ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્ર બાપુએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આતંકીઓને પડકાર્યા

વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર આતંકવાદીઓના હિટલિસ્ટમાં છે તો સોમનાથ મંદિર ઝેડ પ્લસ કેટેગરીમાં પણ આવે છે ત્યારે ગઇકાલથી જ ગુજરાતમાંઆતંકીઓનો પગપેસરો થયાના સમાચાર મળતાંની સાથે જ સમગ્ર ગુજરાતમાં હાઇએલર્ટ કરી દેવાયું છે ત્યારે હાલ પવિત્ર શ્રાવણ માસનાં ત્રીજા સોમવારે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ – વિદેશથી આવતાં હોય છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા, રાઉન્ડ ધ કલોક પોલીસ , દરિયાઇ સુરક્ષા, વાહન ચેકિંગ, સામાન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ તકે શ્રી આપાગીગા ઓટલાના મહંત અને ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્ર બાપુએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવેલ કે સોમનાથ મહાદેવ પર મહંમદ ગઝનવી જેવા અધર્મીઓએ ચઢાઇ કરવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે ત્યારે આતંકવાદીઓની શું ઔકાત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ – કાશ્મીરમાંથી ૩૭૦ જેવી કલમ હટાવીને સાબિત કરી દીધું છે કે દેશ કેટલો મજબૂત બન્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં કાળીયો ઠાકર, સોમનાથ મહાદેવ અને સતાધારમાં આપાગીગા બેઠા છે તે ગુજરાતની રક્ષા કરે છે. ગુજરાત પોલીસ ખૂબજ કાર્યરત છે અને એકટીવ છે દરેક જિલ્લાઓમાં અને બૉર્ડર પર સઘન ચેકિંગ અને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવેલ છે જેમાં કોઇ શંકા નથી પરંતુ ગઇકાલથી જે આતંકવાદીઓના પગપેસરો બાબતે સમાચાર વહેતા થયા છે તે વધુ પડતુ થયેલ છે આવો કોઇ બનાવ બનેલ નથી અને કોઇએ ડરવાની જરૂર નથી .
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

Mostbet Giriş Güncel Adresi 2024 ️ Most Bet On Line Casino Ve Bahi

“скачать Онлайн Казино и Андроид И Ios Для Игры на Реальные Деньг

Топ Онлайн Казино Казахстана Проверенные Для Игры На Деньги, Рейтинг Лучши