આઈપીએલ : બેંગ્લોર પર હવે ચાહકોની નજર કેન્દ્રિત

જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ચાહકો રાહ જોઈ રહ્યા છે તે ઇન્ડિયન પ્રિમિયર લીગની હવે શરૂઆત થઇ રહી છે. ઇન્ડિયન પ્રિમિયર લીગની શરૂઆત ૭મી એપ્રિલથી થઇ રહી છે ત્યારે ફરી એકવાર તમામની નજર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. સ્ટાર ખેલાડીઓથી ભરપુર હોવા છતાં આ ટીમનો દેખાવ આઈપીએલમાં અપેક્ષા મુજબ રહ્યો નથી. ત્રણ વખત રનર્સઅપ રહી ચુકેલી આરસીબીને ટ્રોફી જીતવામાં સફળતા હાથ લાગી નથી. ટીમમાં અનેક મોટા નામ હંમેશા રહ્યા છે જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, વિતેલા વર્ષોમાં જેક કાલિસ, એબી ડિવિલિયર્સ, ક્રિસ ગેઇલ, શેન વોટસન, યુવરાજસિંહ, કેવિન પિટરસન જેવા ધરખમ ખેલાડીઓ આ ટીમ સાથે જોડાયેલા રહ્યા છે. કોહલીએ કેપ્ટનશીપ પોતાના હાથમાં લીધા બાદ રાહુલ દ્રવિડ કેવિન પીટરસન, અનિલ કુંબલે અને ડેનિયર વિટ્ટોરી આ પહેલા ટીમનું નેતૃત્વ કરી ચુક્યા છે અને મિશ્ર પરિણામ મેળવી ચુક્યા છે. ૨૦૧૦માં ચોથા ક્રમાંકે રહ્યા બાદ ૨૦૧૧ની હરાજીમાં નવી ટીમ ઉભી કરવાનો નિર્ણય કરાયો હતો. તમામ ખેલાડીઓને તે વખતે બદલી નાંખવામાં આવ્યા હતા. એક માત્ર કોહલીને જ જાળવી રાખવામાં આવ્યો હતો. વિટ્ટોરી, ક્રિસ ગેઇલ, ડિવિલિયર્સ જેવા ખેલાડીઓ જોડાયા હતા. આઈપીએલમાં રમતી વેળા આરસીબી તરફથી મોટા ખેલાડીઓ હંમેશા ફ્લોપ રહ્યા છે. વર્ષ ૨૦૦૮માં આફ્રિકાનો જેક કાલિસ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. જેક કાલિસે આરસીબીમાં જોડાયા બાદ ખુબ જ કંગાળ દેખાવ કર્યો હતો. ૧૧ મેચોમાં માત્ર ૧૮ રનની સરેરાશ સાથે ૧૯૯ રન બનાવ્યા હતા. તમામ ૧૧ મેચોમાં રમ્યો હોવા છતાં તેનો ફ્લોપ શો રહ્યો હતો. ત્યારબાદ આગામી સિઝનમાં કેવિન પીટરસન પાસેથી પણ ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ તે પણ ફ્લોપ રહ્યો હતો અને છ મેચોમાં માત્ર ૯૩ રન કરી શક્યો હતો. ૨૦૧૪માં યુવરાજસિંહની ખરીદી કરવામાં આવી હતી અને તે સૌથી મોટો ખેલાડી તરીકે ઉભર્યો હતો. ૧૪ કરોડમાં તેની ખરીદી કરવામાં આવી હોવા છતાં તે પણ ફ્લોપ રહ્યો હતો અને આઈપીએલમાં માત્ર ૧૯ રનની સરેરાશ સાથે રન બનાવી શક્યો હતો. શેન વોટસન, ડિવિલિયર્સ, ક્રિસ ગેઇલ જેવા ખેલાડીઓ ઇજાગ્રસ્ત અને ફોર્મ વગર રહ્યા હતા. ડેલ સ્ટેઇન, સ્ટાર્ક, ડિવિલિયર્સ, મિલાઇન અને ગેઇલ ફિટનેસની સમસ્યાથી ગ્રસ્ત રહ્યા હતા. આ વખતે કોહલીના નેતૃત્વમાં ટીમ કેવો દેખાવ કરી શકે છે તેના ઉપર તમામની નજર રહેશે.

Related posts

‘Sometimes I wonder if IPL is even cricket’: R Ashwin

‘I Did Not Remove Him’, Ganguly Statement Over Kohli’s Captaincy Departure

Ashes 2023: England Name Playing Eleven For Fifth Test At The Oval