આઇએસ સાથે સાંઠગાંઠની શંકાએ મહારાષ્ટ્રમાંથી ૯ની ધરપકડ

મહારાષ્ટ્રના મુમ્બ્રા, થાણે અને ઔરંગાબાદમાંથી મંગળવારે ૯ લોકોની આતંકવાદી સંગઠન સાથે સંબંધ હોવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. એટીએસે જણાવ્યું હતું કે, આ તમામ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ સાથે કથિત રીતે જોડાયેલા હતા. ૯ લોકોની ઓળખ સલમાન ખાન, ફરહાદ ખાન, ઝમેન કુતેપાડી, મોહસીન ખાન, મોહમ્મદ મઝહર શેખ, તાકી ખાન, સરફરાઝ એહમદ, ઝાહીદ શેખ અને ૧૭ વર્ષનો એક સગીર પણ સામેલ છે. એટીએસે જણાવ્યું હતું કે, અમને સૂત્રો દ્વારા આ અંગે બાતમી મળી હતી કે આ લોકો આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે. મહારાષ્ટ્ર એટીએસ ગત કેટલાક સપ્તાહ પરથી તેમના પર નજર રાખી રહી હતી અને તેમની માહિતી એકત્ર કરી રહી હતી. પ્રજાસત્તાક દિન પૂર્વે એટીએસ દ્વારા સ્લીપર સેલ હોવાની માહિતીને આધારે હાથ ધરાયેલી તપાસમાં આ ધરપકડ કરવામાં આવી હતીએટીએસને બાતમી મળી હતી કે, આ જૂથ આતંકવાદી ગતિવિધી કરી રહ્યું છે ત્યારબાદ એટીએસે ૨૨ જાન્યુઆરીની વહેલી સવારે મુમ્બ્રા, થાણે અને ઔરંગાબાદમાં પાંચ જગ્યાઓએ દરોડા પાડ્યા હતા.

Related posts

Girl, 3, Raped by Neighbour in West Delhi; Accused Held

NIA Arrests Key Conspirator in Bengaluru’s Rameshwaram Cafe Blast Case

Asaduddin Owaisi’s AIMIM to contest on 16 seats in Bihar