અમદાવાદ જિલ્લા ઉચ્ચતર શિક્ષક સંઘની બેઠક યોજાઈ

અમદાવાદ જિલ્લા ઉચ્ચત માધ્યમિક શિક્ષક સંઘના નવા વરાયેલા પ્રમુખ મહેશકુમાર પટેલ તથા દશરથભાઈ પટેલ સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે આજરોજ રેવામણી હોલ, ઘાટલોડિયા, અમદાવાદ ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં ૪૦૦થી વધુ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકોને ૨૬૦૦૦ના બદલે ૩૮૦૯૦ ફિક્સ પગાર વધારો આપવા અંગે તા.૨.૭.૧૯૯૯થી શિક્ષણ સહાયકોની નોકરી સળંગ ગણવા અંગે તા. ૩૧.૦૩.૨૦૧૬ પછી નિમાયેલા શિક્ષણ સહાયકોને નોકરીમાં ફાજલનું કાયમી રક્ષણ આપવા અંગે અને ૩૦૦ રજાઓના રોકડમાં રૂપાંતર અંગે ચૂટણી અગાઉ શિક્ષણમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી પાસેથી ચારેય પ્રશ્નો ચૂંટણીની આચારસહિતા બાદ હલ કરવાની ખાતરી આપી હતી. પરંતુ જો આ ખાતરીનો અમલ નહીં થાય તો માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક મહામંડળો જે કાર્યક્રમ આપે તેનો અમલ કરવાનું ઠરાવવામાં આવ્યું. સભામાં ૩૭ વર્ષની સાંઘીક અને શૈક્ષણિક સેવા આપવા બદલ પંકજભાઈ કે પટેલનું ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ યુનિવર્સિટીમાં કુલપતિ થવા બદલ ડા. હર્ષદભાઈ પટેલનું ગુજરાત યુનિવર્સિટીમાં પ્રો.વાઈસ ચાન્સેલર થવા બદલ જગદીશ ભાવસારનું અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ધીરેન્દ્રસિંહ તોમરનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે શિક્ષક સંતાનો ધોરણ ૧૦-૧૨માં વધુ માર્ક્સ મેળવ્યા હોય તેમનું તથા નિવૃત થનાર ૬૪ શિક્ષકોનું અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય પારિતોષિક મેળવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

Engineer’s Day 2022: PM Modi says govt working to build more engineering college

US sends education trade mission to India

75,000 study permit applications submitted from India in processing stage: Canada