અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૮૮.૧૧ ટકા પરિણામ રહ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું. ગુજરાતનુ પરિણામ ૬૬.૯૭ ટકા જાહેર કરવામાં આવ્યુ છે. આ વખતે પણ અંગ્રેજી માધ્યમનું પરિણામ ગુજરાતી માધ્યમ કરતા વધારે રહ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ ૮૮.૧૧ ટકા રહ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૬૬ ટકા રહ્યું છે. આ વખતે અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પૈકી પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી વધારી રહી છે. અંગ્રેજી માધ્યમમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૫૬૮૪ રહી છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પાસની ટકાવારી અંગ્રેજી માધ્યમ કરતા ઓછી રહી છે અને ગુજરાતી માધ્યમના પાસ થયેલા વિદ્યાર્થી ૪૬૭૫૨૦ નોંધાઈ છે. જાણકાર નિષ્ણાંતો પણ ગુજરાતી અને હિન્દી માધ્યમમાં પરિણામની ઘટતી જતી ટકાવારી અને સાથે સાથે વિદ્યાર્થીઓની ઓછી થતી જતી સંખ્યાને લઇને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓની ગુજરાતી ભાષા મજબુત રહે તેમ તમામ લોકો માની રહ્યા છે. બીજી બાજુ હિન્દી ભાષાને દેશમાં વધારે મહત્વ આપવામાં આવી રહ્યુ છે ત્યારે હિન્દી ભાષામાં વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે.
આ વખતે હિન્દી માધ્યમમાં કુલ ૧૯૦૯૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૭૯૦ રહી છે. આગામી દિવસોમાં હિન્દી અને ગુજરાતી માધ્યમને પ્રોત્સાહન આપવા માટે પગલા લેવામાં આવે તેવી શક્યતા છે.આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ એકબાજુ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છેત્યારે બીજી બાજુ જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે તે વિદ્યાર્થીઓના વાલીઓમાં નિરાશા જોવા મળી હતી. ધોરણ-૧૦નુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ વખતે પરિણામ ઓછુ રહેતા તેની ચર્ચા પણ શિક્ષણ નિષ્ણાંતોમાં જોવા મળી રહી છે. રાજ્યના ૯૨૫ કેન્દ્રો ઉપર બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ૩૮૦૫ બિલ્ડિંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૮૨૮૯૪૪ નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ૫૫૧૦૨૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિવિધ માધ્યમના પરિણામ પર ચર્ચા રહી હતી જે પૈકી આ વખતે ગુજરાતી માધ્યમના સૌથી વધારે વિદ્યાર્થી નોંધાયા હતા. ગુજરાતી માધ્યમમાં ૭૨૯૮૦૩ વિદ્યાર્થી નોંધાયા હતા જે પૈકી ૭૨૩૮૯૫ વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Engineer’s Day 2022: PM Modi says govt working to build more engineering college

US sends education trade mission to India

75,000 study permit applications submitted from India in processing stage: Canada