Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે બિનહરીફ : ૧૬મીએ તાજપોશી

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે રાહુલ ગાંધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીમાં કોઇપણ દાવેદાર પ્રમુખ પદની ચૂંટણીમાં નહીં હોવાના કારણે રાહુલ ગાંધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જો કે, આની વિધિવત જાહેરાત ૧૬મી ડિસેમ્બરના દિવસે કરવામાં આવશે. રાહુલ ગાંધી હાલમાં ગુજરાતમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીની તાજપોશીની તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. રાહુલ ગાંધીના સંદર્ભમાં તમામ વિગતો પહેલાથી જ જાહેર કરવામાં આવી ચુકી છે. સંસદનું શિયાળુ સત્ર પણ શરૂ થઇ રહ્યું છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બીજી બાજુ રાહુલ ગાંધીની તાજપોશીને લઇને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આગામી વર્ષે ભવ્ય ઉજવણી પણ કરવામાં આવનાર છે. નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલ ગાંધી સંબોધન પણ કરનાર છે. સોનિયા ગાંધી વિદાય લેતા પાર્ટી પ્રમુખ તરીકે સંબોધન પણ કરશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. ૨૪ અકબર રોડ ખાતે આનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, પીસીસીના પ્રતિનિધિઓ, ધારાસભ્યો, કોંગ્રેસના કાર્યકરો પણ હાજરી આપનાર છે. આ કાર્યક્રમને લઇને પાર્ટી દ્વારા આક્રમક તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ છે કે, ૪૭ વર્ષીય રાહુલ ગાંધી ભાષણ પણ કરશે. મુખ્ય વિશેષતા એ પણ છે કે, પાર્ટીની કેટલીક જવાબદારી રાહુલ ગાંધીની સાથે સાથે સોનિયા ગાંધી પણ સંભાળશે. શનિવારના દિવસે રાહુલ ગાંધી સત્તાવારરીતે જવાબદારી સંભાળી લેશે. જો કે, ભવ્ય ઉજવણીના કાર્યક્રમની શરૂઆત આગામી વર્ષે થશે તે વખતે નવી કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક યોજાશે અને તેમાં સભ્યોની નિમણૂંક કરવામાં આવશે. આજે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ખેંચવાની પ્રક્રિયા પુરી થઇ હતી. ચીફ રિટર્નિંગ ઓફિસર ચૂંટણી મેદાનમાં એકમાત્ર ઉમેદવાર હોવાની વાત કરી ચુક્યા છે. આની સાથે જ હવે શનિવારના દિવસે માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે. નહેરુગાંધી પરિવારમાં પાર્ટી પ્રમુખ બનનાર રાહુલ ગાંધી છઠ્ઠા સભ્ય રહેશે. ૧૩૨ વર્ષ જુની કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી બાદ તરત જ પાર્ટી પ્રમુખ બનવા જઇ રહ્યા છે. જવાહરલાલ નહેરુએ ૧૯૨૯માં પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારી હતી. વિદાય લેતા પાર્ટી પ્રમુખ મોતીલાલ નહેરુ પાસેથી જવાહરલાલ નહેરુએ આ જવાબદારી સ્વીકારી હતી. રાહુલ ગાંધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.  પાર્ટી પ્રમુખ તરીકે સોનિયા ગાંધીન ૧૯ વર્ષની અવધિ આની સાથે જ પુરી થઇ છે. રાહુલ ગાંધીના નામ માટે ૮૯ ઉમેદવારી પેપરો ભરવામાં આવ્યા હતા. તમામ નોમિનેશન પેપરો માન્ય ગણાયા હતા. ચૂંટણી માટેના રિટર્નિંગ ઓફિસર મુલ્લાપલ્લી રામચંદ્રને આ અંગેની જાહેરાત કરી હતી.

Related posts

ગુજરાતમાં આજે ચૂંટણી પ્રચારનો અંત

aapnugujarat

પુખ્ત વયની સ્ત્રી પસંદગીની વ્યક્તિ સાથે ક્યાંય પણ રહેવા માટે સ્વતંત્ર : દિલ્હી હાઇકોર્ટ

editor

જાકીરની ધરપકડ કરવા એનઆઇએ માંગ કરશે : જાકીર નાઇક હાલમાં મલેશિયામાં હોવાના હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1