Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ખામીવાળા એન્જિન સાથેનાં વિમાનોની સેવા તરત બંધ કરવા ઈન્ડિગો અને ગો એરને ડીજીસીએનો આદેશ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા ૧૧ એરબસ એ-૩૨૦ ન્યુ એન્જિન ઓપ્શનના પરિણામ સ્વરુપે ડીજીસીએ દ્વારા કઠોર આદેશ જારી કરવામાં આવ્યા છે. આ પ્રકારના વિમાનોને પરત જ ઓપરેશનમાંથી પરત ખેંચવાનો આદેશ કરવામાં આવ્યો છે. ફોલ્ટ વાળા પ્રેટ એન્ડ વિટની (પીડબલ્યુ એન્જિન) હોવાની વાત સપાટી પર આવી છે. આમા જે ૧૧ વિમાનોની સેવા તરત રોકવામાં આવી છે તેમાં ઇન્ડિગોના આઠ વિમાનો અને ગો એરના ત્રણ વિમાનોનો સમાવેશ થાય છે. રેગ્યુલેટરે આ પ્રકારના એન્જિનને રિફિટ ન કરવા બંને એરલાઈન્સોને આદેશ કર્યો છે. સિરિયલ નંબર ૪૫૦થી આગળ ન વધવા માટે પણ કહેવામાં આવ્યું છે. ઇન્ડિગોના વિમાને સોમવારના દિવસે લખનૌ માટે અમદાવાદથી ઉંડાણ ભરી ત્યારે એ-૩૨૦ નિયોમાં એન્જિન ફેલિયરનો વધુ એક બનાવ સપાટી ઉપર આવ્યો હતો જેના પરિણામ સ્વરુપે આ મુજબનો આદેશ કરાયો હતો. આ બનાવ બન્યા બાદ અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગની ફરજ પડી હતી. યુરોપિયન એવિએશન સેફ્ટી એજન્સીએ ૯મી ફેબ્રુઆરીના દિવસે ઇમરજન્સી એર વર્થિસ આદેશ જારી કર્યો હતો. એ-૩૨૦ નિયો ફીટેડ પીડબલ્યુ૧૧૦૦ એન્જિન માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. કેટલીક ખામી હોવાની વાત પણ કરવામાં આવી હતી. આ એન્જિનોનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ આદેશ બાદ ઇન્ડિગોના ત્રણ એ-૩૨૦ વિમાનોને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા. આ વિમાનોમાં આજ પ્રકારના એન્જિનો હતા. આજના આદેશને બંને એરલાઈન્સો માટે ફટકા તરીકે ગણવામાં આવે છે. એ-૩૨૦ નિયો ફિટેડના ત્રણ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે. વિમનોના ઓપરેશનની સુરક્ષાને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરાયો છે.

Related posts

૨૦૧૭નું વર્ષ આઇપીઓ માર્કેટ માટે રહ્યું ગોલ્ડન યર

aapnugujarat

માર્ચમાં ચંદ્રયાન-૨ મોકલશે ભારત

aapnugujarat

બિનજરૂરી મેડિકલ તપાસ અપરાધીક કૃત્ય ગણાશે : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1