શિયાળામાં ખરાબ સ્કિનની સમસ્યાને દૂર કરવા માટે કરો આ ઉપાય

શિયાળો આવતાની સાથે જ ત્વચા એકદમ સૂકી થઇ જાય છે. ડેડ સ્કિનના લીધે બહું બધી વખત શેવિંગ અથવા વેક્સ દ્વારા વાળ દૂર કરવા સમસ્યા થઇ જાય છે. ચામડી એટલી પાતળી થઇ જાય છે પૂછો ના વાત. માટે શ્રેષ્ઠ તે રહશે કે તમે શિયાળામાં તમારી ખરાબ સ્ક્રીનને સારી રીતે દૂર કરો. આ માટે તમે એક્સફોલિએટિંગ શેવિંગ જેલ વધુ ફાયદાકારક કરી શકો છો. તમે વેક્સ પછી પણ તેનો ઉપયોગ કરી શકાય. આવું કરવાથી તમારી સ્કિન તો એકદમ મુલાયમ થઇ જ જશે સાથે શેવ કે વેક્સ પછી ચામડી પર જે નાના નાના દાણાં થાય છે તેની તકલીફ પણ નહીં રહે.

વળી ઠંડી વધતા ની સાથે જ હોઠ પણ વધુ ફાટવા લાગે છે. અને ધણીવાર તો તેમાથી લોહી પણ આવવા લાગે છે. હોઠ આપણા શરીરના સૌથી સેન્સિટીવ પાર્ટમાંથી એક છે. ફાટેલા હોઠ પણ લિપ્સિટક પણ વધુ સમય સુધી નથી રહેતી. ત્યારે હોઠને શિયાળામાં સ્ક્રબ કરવાનું રાખો. અને તે માટે મધ અને અખરોટનો ભૂક્કો કે પછી ખાંડ અને ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો. વળી રાતે સૂતા પહેલા ઘી પણ લગાવો. તેનાથી તમારા હોઠ શિયાળામાં પણ ચમકદાર રહેશે.

આ ઉપરાંત શિયાળો આવતાની સાથે જ પગમાં પણ વાઢિયા પણ વધુ પડી જાય છે. આમ તો જોવા જઈએ તો આપણે શિયાળામાં સમગ્ર મોઢાં અને  શરીરના બીજા ભાગનું સારી રીતે ધ્યાન રાખીએ છીએ પણ પગની એડીનું ધ્યાન નથી રાખતા. એડીથી ડેડ સેલ્સ નીકાળવા ખૂબ જ જરૂરી છે. આ માટે અઠવાડિયામાં બે વાર એડીને સાફ કરવાનું રાખો. અને તે પછી તેની પર દિવેલ લગાવી મોજા પહેરીને જાળવણી કરો. સામાન્ય દિવસોમાં પણ તમે કોઇ સારા ક્રીમ લગાવી મોજા પહેરવાનું રાખશો તો વાઢિયાની મુશ્કેલી નડશે નહીં.

Related posts

શિયાળામાં આરોગ્યની જાળવણી

પોતાના રોજિંદા જીવનમાં બસ આ પાંચ આદતો બદલો, બીમારીને દુર ભગાડો

પ્રદૂષણથી ફેફસાંને સુરક્ષિત રાખવા અપનાવો કુદરતી ઉપાયો