વંથલીમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા એનસીપી નેતા રેશમા પટેલ પર હુમલો

એક તરફ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લાફો મારવાનો બનાવ બન્યો છે, તો બીજી તરફ એનસીપી લીડર રેશમા પટેલ પર પણ હુમલો કરાયો છે. જુનાગઢના વંથલીમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા રેશમા પટેલ પર એક યુવકે હુમલો કર્યો હતો. જેના બાદ રેશમા પટેલે પોલીસ ફરિયાદ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, માણાવદરના વંથલીમાં વોર્ડ નંબર ૧માં આજે એનસીપી ઉમેદવાર રેશમા પટેલ પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા, ત્યારે વોર્ડ નંબર ૧ના ભાજપના કાર્યકર યુવક દિપક વડાલીયાએ તેમના પર હુમલો કર્યો હતો. યુવકે વંથલીમાં ચૂંટણી પ્રચાર ન કરવા બાબતે ધમકી આપી હતી. તેમજ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હુમલાને પગલે રેશમા પટેલની તબિયત બગડી હતી, અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હુમલો કરનાર શખ્સ ભાજપનો કાર્યકર હોવાનો રેશમા પટેલે આક્ષેપ કર્યો છે. તેમજ આ યુવકે તેમનુ ગળુ દબાવી તેમના પર હુમલો કરીને કપડા ફાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ હુમલાને લઈને રેશમા પટેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તો આમ, બંનેએ સામસામે આક્ષેપો કર્યા હતા. એનસીપીના એક કાર્યકરે કહ્યું કે, અમે શાંતિથી પ્રચાર કરી રહ્યા હતા, અમને ખબર નહિ કે કોણ ભાજપનો અને કોણ કોંગ્રસનો વ્યક્તિ છે. અમે વોટ માંગી રહ્યા હતા. ત્યારે ત્યા ઉભેલા એક વ્યક્તિએ રેશમાબેન પર હાથચાલાકી કરી, ગળુ દબાવવાનો અને કપડા ફાડવાનો પ્રયાસ કર્યો. ત્યાં ઉભેલા ભાજપના જ એક કાર્યકરે આ બાબતને સમર્થન આપ્યું. ઉલ્લેખનીય છે કે, લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં રેશમા ગુજરાતની એકમાત્ર એક નેતા છે, જે લોકસભા અને વિધાનસભા બંને લડવા જઈ રહ્યાં છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. તેના ગણતરીના જ દિવસો બાદ તેઓ એનસીપીમાં જોડાયા, અને હવે માણાવદર પેટચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર તરીકે લડવાના છે. ત્યારે લોકસભા અને વિધાનસભા લડતા હોય તેવા તેઓ એકમાત્ર ઉમેદવાર બન્યા છે. તેમજ ગુજરાતની લોકસભા ચૂંટણીમાં એક એવા ઉમેદવાર છે, જે બેઠક પરથી લડી રહ્યાં છે, એ પણ લોકસભા અને વિધાનસભાની.રેશમા પટેલ નામ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યું હતું. ધારદાર ભાષણથી હાર્દિક પટેલ સાથે સ્ટેજ પર જોવા મળેલા રેશમા પટેલ તેની સાથે પાટીદાર આંદોલનમાં સાથે રહ્યા હતા. પરંતુ હાર્દિક સાથે વાંધો પડતા તેઓ ભાજપમાં જોડાયા હતા, અને ભાજપમાં સામે પણ વાંધો પડતા, તેમણે ભાજપનો છેડો ફાડ્યો હતો. લોકસભા માટે તેમણે પોરબંદર બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. પણ બાદમાં એનસીપી સાથે જોડાતા માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ છે.

Related posts

Mostbet Giriş Güncel Adresi 2024 ️ Most Bet On Line Casino Ve Bahi

“скачать Онлайн Казино и Андроид И Ios Для Игры на Реальные Деньг

Топ Онлайн Казино Казахстана Проверенные Для Игры На Деньги, Рейтинг Лучши