લોકસભાનો જંગ : સૌરાષ્ટ્રની ૩ સીટો પર કાંટે કી ટક્કર

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે વધુ સાત ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. વર્તમાનમાં ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ૯ લોકસભા સીટો પર ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષોએ પોતાનાં ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે બાકીની બેઠકો પર ક્યાંક ભાજપ માટે કપરા ચઢાણ છે. બીજી તરફ કોંગ્રેસ માટે પણ કોકડું ગુંચવાયું છે.
જો કે આજે કોંગ્રેસે વધુ સાત ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. આવો જાણીએ સૌરાષ્ટ્રની ૩ લોકસભા સીટો પર બન્ને પાર્ટીઓ ઉમેદવાર જાહેર કર્યા છે.
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે ધારાસભ્ય લલિત કગથરાને ટિકીટ આપી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ટંકારા-પડધરીનાં ધારાસભ્ય લલીત કગથરાને ટીકિટ આપીને પાટીદાર-કોળી પ્રભુત્વવાળી રાજકોટ લોકસભા સીટ પર કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. આમ તો છેલ્લે ૨૦૦૯માં કોંગ્રેસનાં ઉમેદવાર કુંવરજી બાવળીયા આ સીટ પર જીત્યા હતા. રાજકોટ લોકસભા સીટ પર કોળી મતદારો પણ નિર્ણાયક છે.
તાજેતરમાં જ કુંવરજી બાવળીયા ભાજપમાં સામેલ થઇને કેબિનેટ પ્રધાન બન્યા છે. તેથી હવે સમીકરણો બદલાયા છે. જો કે આ વખતે રાજકોટ સીટ પર ભાજપની જીત નિશ્ચીત હોય તેવું હાલનાં સીમકરણો પરથી લાગી રહ્યું છે.પોરબંદર લોકસભા સૌરાષ્ટ્રની હાઇપ્રોફાઇલ સીટ માનવામાં આવે છે. પરંપરાગત રીતે આ બેઠક પર પક્ષ કરતા વ્યક્તિનો દબદબો વધારે જોવા મળે છે. આ સીટ પર વિઠ્ઠલ રાદડિયાનો દબદબો છે. આ બેઠક પર ભાજપે ગોંડલનાં ઉદ્યોગપતિ રમેશ ધડુકને મેદાનમાં ઉતાર્યા છે. જો કે રમેશ ધડુક સામે ભાજપમાં અંદરખાને પણ આક્રોશ છે. બીજી તરફ સૌરાષ્ટ્રનાં કદાવર પટેલ નેતા અને પૂર્વ પાસ કન્વિનર લલિત વસોયાને કોંગ્રેસે ટિકીટ આપી છે. લલિત વયોસાનું ગોત્ર પાટીદાર અનામત આંદોલન છે.. ત્રણ જિલ્લાની બનેલી પોરબંદર સીટ પર પાટીદાર મતદારોનું જબ્બર વર્ચસ્વ છે. જો કે હવે આ સીટ પર સમીકરણ બદલાઇ ગયા છે. તેમજ આ વખતે લલિત વસોયા કોંગ્રેસનાં મજબૂત ઉમેદવાર સાબિત થશે તેથી પોરબંદર સીટ પર કોંગ્રેસની જીત પાક્કી માનવામાં આવે છે.કચ્છ લોકસભા સીટ એસસી અનામત સીટ છે. સરહદી વિસ્તારની કચ્છ લોકસભા સીટ પર મુસ્લિમ અને દલિત મતદારોનું ખાસ્સુ પ્રભુત્વ રહેલું છે. જો કે છેલ્લા ૧૫ વર્ષ કરતા વધારે સમયથી આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. જો કે ૨૦૧૪માં મોદી મેજીકને કારણે તદ્દન નવો ચહેરો ગણાતા ભાજપનાં વિનોદ ચાવડા ચૂંટાયા હતાં. આ વખતે પણ ભાજપે પોતાનાં સાંસદ વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે. બીજી તરફ કોંગ્રેસે નરેશ મહેશ્વરીને મેદાને ઉતાર્યા છે. બે દાયકા કરતા વધારે સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા નરેશ મહેશ્વરી સ્થાનિક ચહેરો છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પાર્ટી માટે સારરૂપ કામગીરી કરી હતી. મોરબી વિધાનસભા બેઠકનો સમાવેશ કચ્છ લોકસભા સીટમાં થાય છે. પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર અહિં જોવા મળી હતી. ૧૬ લાખ ૬૯ હજાર કરતા વધારે મતદારો ધરાવતી આ સીટ પર આ વખતે કાંટે કી ટક્કર છે.

Related posts

Mostbet Giriş Güncel Adresi 2024 ️ Most Bet On Line Casino Ve Bahi

“скачать Онлайн Казино и Андроид И Ios Для Игры на Реальные Деньг

Топ Онлайн Казино Казахстана Проверенные Для Игры На Деньги, Рейтинг Лучши