લોકસભા ચૂંટણી બાદ ભારત સાથેના સબંધો સુધરશે, ઈમરાન ખાન

હાલમાં વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટની કોન્ફન્સમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ હતુ કે, ભારતમાં લોકસભા ચૂંટણી પૂરી થાય તે પછી ભારત સાથે પાકિસ્તાનના સબંધો સુધરશે.
ઈમરાને કહ્યુ હતું કે, જ્યાં સુધી ભારતીય ઉપખંડમાં શંતિ નહી હોય ત્યાં સુધી પાકિસ્તાન માટે આર્થિક રીતે સમૃધ્ધ થવુ મુશ્કેલ છે.અમે તેના પર કામ કરી રહયા છે.
પાકિસ્તાનને આશા છે કે અફઘાનિસ્તાનમાં રાજકીય સમાધાન કામયાબ થશે અને ત્યાં સ્થિરતા આવશે.ઈરાન સાથેના અમારા સબંધો સારા છે, તેને મજબૂત કરવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છે.એક માત્ર સમસ્યા ભારત સાથેના સબંધો છે.અમને આશા છે કે, ભારતની ચૂંટણી બાદ ભારત સાથે પણ સબંધો સામાન્ય થશે.પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સબંધોમાં આવેલો તનાવ યથાવત છે ત્યારે ઈમરાનખાને આપેલા આ નિવેદનની ભારતમાં પણ નોંધ લેવાઈ રહી છે.ચીનના વન બેલ્ટ વન રોજ પ્રોજેક્ટમાં ભારત સામેલ નથી થયુ અને ચીનમાં યોજાયેલી બેઠકમાં પણ ભાગ લીધો નથી. ચીન દ્વારા પાકિસ્તાન સાથે મળીને બનાવવામાં આવી રહેલા ઈકોનોમિક કોરીડોરનો પણ ભારત વિરોધ કરી રહ્યુ છે કારણકે આ યોજના પાક કબ્જા હેઠળના કાશ્મીરમાં પણ લાગુ થઈ રહી છે.

Related posts

Erdogan Meets Palestinian President, Hamas Leader in Ankara

EU Agrees Stiffer Sanctions on Belarus

Pakistan Floods: Death Toll Touches 1,061, Prime Minister Shehbaz Calls Situation ‘Horrifying’