ભાજપનો સંકલ્પપત્ર આજે વિધિવતરીતે જારી કરવામાં આવશે

ભાજપનો સંકલ્પપત્ર આજે વિધિવતરીતે જારી કરવામાં આવશેભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી માટે આજે સંંકલ્પપત્ર જારી કરનાર છે. ભાજપ પોતાના સંકલ્પપત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, યુવા અને મહિલા સશક્તિકરણ ઉપર ખાસ ભાર મુકશે. ખેડૂતોના કલ્યાણના સંદર્ભમાં ભાજપને મોટી સંખ્યામાં લોકોના અભિપ્રાય મળ્યા છે જેમાં ખેડૂતો માટે માસિક પેન્શન યોજના શરૂ કરવાના વિકલ્પો પણ સામેલ છે. ભાજપના સંકલ્પપત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જારી કરવામાં આવશે. પાર્ટી સંકલ્પપત્રન સાથે સાથે પાંચ વર્ષોમાં કરવામાં આવેલા કામોની પ્રગતિ અંગે રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરી શકે છે. પાર્ટી સુત્રોના કહેવા મુજબ આમા ખેડૂતો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષાના વિષયને મુખ્યરીતે રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષાના વિષય ઉપર દેશ કોઇપણ પ્રકારનું હળવું વલણ રાખશે નહીં. ખેડૂતો અને યુવાનોના હિતો સાથે જોડાયેલા વિષયોનો ઉલ્લેખ કરવામાં આવશે. રોજગાર અને સ્વરોજગારના વ્યાપક અવસર માટેની રુપરેખા રજૂ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પોતાના ઘોષણાપત્રમાં ગરીબોને આર્થિક મદદ આપવા સાથે સંબંધિત ન્યાય યોજનાના વચનના સંદર્ભમાં ભાજપ પોતાના સંકલ્પપત્રમાં કેટલાક વધુ વચનો રજૂ કરી શકે છે. આમા સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા આપવાની પહેલ ઉપર વિસ્તૃત ચર્ચા થઇ શકે છે. સંકલ્પપત્રમાં વડાપ્રધાન કિસાન સન્માન યોજનાને વ્યાપક બનાવવાના સંબંધમાં વિસ્તૃત ચર્ચા થઇ શકે છે. કિસાન કલ્યાણના સંદર્ભમાં ભાજપને લોકો પાસેથી મોટાપાયે સૂચનો મળ્યા છે જેમાં ખેડૂતો માટે માસિક પેન્શન યોજના શરૂ કરવાના સૂચનનો સમાવેશ થાય છે. પાર્ટીને ખેડૂતો માટે કૃષક ભવિષ્યનિધિ યોજના શરૂ કરવા માટે સૂચનો મળ્યા છે. ભાજપ લોકસભા ચૂંટણી માટે પોતાના સંકલ્પપત્રમાં ખેડૂતોના મનની બાબતને ભારતના મનની વાતમાં મુખ્ય સ્થાન આપી શકે છે. ભાજપ પોતાના સંકલ્પપત્રમાં યુવા અને મહિલા સશક્તિકરણ ઉપર ભાર મુકશે. પાર્ટીને લોકો પાસેથી અનેક સૂચનો મળી ચુક્યા છે. મંત્રી પરિષદમાં મહિલાઓ માટે ઓછામાં ઓછા ૧૫ ટકા અનામત, બંધારણીય અધિકારોની સુરક્ષા સાથે સંબંધિત પંચમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત આપવાના સૂચનો સામેલ છે. મહિલા કારોબારીઓને ટેક્સ છુટછાટ અને શહીદ જવાનોની વિધવાઓને સરકારી નોકરી આપવાના સૂચનો પણ મળ્યા છે. યુવાનોમાં રોજગારની તકોને વધારવા અને સ્વરોજગારને મોટાપાયે પ્રોત્સાહન આપવા ઉપર ચર્ચા થશે. ત્રિપલ તલાક, રામમંદિર, એક દેશ એક ચૂંટણી ઉપર લોકોના અભિપ્રાય મળ્યા છે. લોકસભા ચૂંટણી માટે ભાજપે ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં સંકલ્પપત્ર સમિતિની રચના કરી હતી. ત્યારબાદ દેશભરમાં આશરે ૭૫૦૦ સૂચન પેટીઓ તૈયાર કરાઈ હતી. ૩૦૦ રથ અને ઇલેક્ટ્રોનિક માધ્યમો મારફતે સૂચનો મળ્યા હતા.

Related posts

Girl, 3, Raped by Neighbour in West Delhi; Accused Held

NIA Arrests Key Conspirator in Bengaluru’s Rameshwaram Cafe Blast Case

Asaduddin Owaisi’s AIMIM to contest on 16 seats in Bihar