પાકિસ્તાનના સીનિયર બેટ્‌સમેન અઝહર અલીએ વન-ડેમાં નિવૃત્તિની જાહેરાત કરી

પાકિસ્તાનના સીનિયર બેટ્‌સમેન અઝહર અલીએ ગુરૂવારે આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. કારણકે તેઓ સમગ્ર ધ્યાન ટેસ્ટ ક્રિકેટ પર કેન્દ્રીત કરી શકે. ૩૩ વર્ષિય આ ખેલાડીએ કહ્યું કે તેમણે આ નિર્ણય એટલા માટે કર્યો છે, કારણકે તેઓ પોતાનું સમગ્ર ધ્યાન ટેસ્ટ ક્રિકેટ પર કેન્દ્રીત કરી શકે અને તેને લાગ્યું કે આ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે.તેમણે લાહોરમાં પત્રકારોને કહ્યું,પોતાનો નિર્ણય સંભળાવતા પહેલા તેમણે મુખ્ય પસંદગીકાર, કેપ્ટન અને પીસીબીના ચેરમેન સાથે વાતચીત કરી હતી. મેં ઘણું વિચાર્યા બાદ આ નિર્ણય લીધો છે.અઝહરે પોતાની છેલ્લી વન-ડે મેચ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. તેમણે ૫૩ વન-ડેમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યુ છે, જેમાં તેમણે સરેરાશ ૩૬.૯૦ અને સ્ટ્રાઈક રેટ ૭૪.૪૫ની રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમનો રેકોર્ડ અભૂતપૂર્વ રહ્યો છે. જેમાં તેમણે એક ત્રેવડી અને એક બેવડી સદી બનાવી છે.
તાજેતરમાં અઝહર અલી ઓસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટ દરમ્યાન અનોખી રીતે રન આઉટ થયો હતો. અબુધાબીમાં બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં ૫૩મી ઓવરના ત્રીજા બોલે આ ઘટના ઘટી હતી. પીટર સીડલની ઓવરની ત્રીજી બોલમાં થર્ડ એમ્પાયરની દિશામાં શૉટ ફટકાર્યો હતો. બોલ સ્લિપ ફીલ્ડર્સથી છટકીને બાઉન્ડ્રી તરફ આગળ વધ્યો. એવામાં અઝહરને લાગ્યું કે બોલ બાઉન્ડ્રીને પાર થઈ જશે. પરંતુ બોલ બાઉન્ડ્રી પહેલા જ રોકાઈ ગયો. આ મુદ્દે આ બંને બેટ્‌સમેનોમાંથી કોઈ પણનું ધ્યાન ગયુ નહીં.
અઝહર અલી અસદ શફીક સાથે વાતચીત કરવામાં વ્યસ્ત થયો. પરંતુ આ દરમ્યાન મિચેલ સ્ટાર્કે બોલને કેપ્ટન અને વિકેટ કીપર ટિમ પેનને આપ્યો અને વિકેટકીપરે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર સ્ટમ્પિંગ કરી નાખ્યુ અને રનઆઉટની અપીલ કરી હતી. એમ્પાયરે રનઆઉટની અપીલ માનીને અઝહર આઉટ થયો હોવાની જાહેરાત કરી અને તે ખૂબ જ નાટકીય અને રોચક અંદાજમાં પેવેલિયન પરત ફર્યો.

Related posts

‘Sometimes I wonder if IPL is even cricket’: R Ashwin

‘I Did Not Remove Him’, Ganguly Statement Over Kohli’s Captaincy Departure

Ashes 2023: England Name Playing Eleven For Fifth Test At The Oval