ગીર-સોમનાથ જિલ્લામાં ૧૧૭ શતાયુ મતદારો

સાવજની ડણક અને સોમનાથ મહાદેવનાં નામથી વિશ્વ પ્રસિદ્ધ ગીર-સોમનાથ જિલ્લામાં ૧૧૭ શતાયુ મતદારો આ વિધાનસભાની ચૂંટણી મતદાર યાદીમાં સામેલ છે જેમાં ૮૦ મહિલા અને ૩૭ પુરુષ છે. આ તમામ મતદારોમાં કોઈકની ઉંમર ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૫, ૧૦૬, ૧૧૦ અને કોઈકની ૧૧૭ છે જેમાં ઉનાના કોદીયા ગામે સાંખટ સમજુબેન નાનજીભાઈ ઉ.વ.૧૧૭, ઉનાના ફાટસર ગામે રાતડીયા જયાબેન રઘુભાઈ, તથકોદીાય ગામે સાંખટ નાનજીભાઈ લાખાભાઈ ઉ.વ.૧૧૭ ધરાવે છે. ગીર-સોમનાથના સોમનાથ નજીક અજોઠા ગામે રહેતાં દેવણબેન રાજસીભાઈ બારડ આજે ૧૦૧ વર્ષની ઉંમરે પણ કડેધડે જીવંત સાક્ષી છે. તીખું ખાતા નથી, ઘર અને ખેતરમાં લાકડીના ટેકા વગર ચાલે છે. ઘરમાં નાનાં-મોટાં કામ પણ કરે છે, ક્યારેક-ક્યારેક ચશ્મા પહેરે છે અને જમવામાં સાદુ ભોજન લે છે. તેઓએ વીતેલા વર્ષોમાં ઘણીવાર મતદાન કરેલું છે પણ હાલનાં સમયમાં સિસ્ટમ નવી હોવાથી તેઓ સહાયક મેળવે છે.

રિપોર્ટર : મિનાક્ષી ભાસ્કર વૈધ

Related posts

Mostbet Giriş Güncel Adresi 2024 ️ Most Bet On Line Casino Ve Bahi

“скачать Онлайн Казино и Андроид И Ios Для Игры на Реальные Деньг

Топ Онлайн Казино Казахстана Проверенные Для Игры На Деньги, Рейтинг Лучши