કોરોના વિરુદ્ધ અમેરિકા સારી લડાઇ લડી રહ્યું છે : ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મોટા દેશોની સરખામણીમાં અમેરિકા કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીની વિરુદ્ધ સારું કરી રહ્યું છે, જ્યારે ભારત આ બીમારીથી જબરદસ્ત સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીનમાં પણ સંક્રમણનાં કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં એક જ દિવસમાં ૫૨,૦૫૦ કેસ સામે આવ્યા બાદ દેશમાં કોવિડ-૧૯નાં દર્દીઓની સંખ્યા ૧૮,૫૫,૭૪૫ થઈ ગઈ છે. બીજી તરફ ચીને મંગળવારનાં દેશમાં સંક્રમણનાં નવા ૩૬ કેસ આવ્યા હોવાની જાણકારી આપી છે, જે એક દિવસમાં પહેલાના ૪૩ કેસોથી ઓછા હતા.
ચીનમાં ૨૯ જુલાઈનાં ત્રણ મહિનામાં પહેલીવાર કોવિડ-૧૯નાં ૧૦૦થી વધારે કેસ સામે આવ્યા હતા ત્યારબાદ અહીં સંક્રમણની બીજી લહેરનો ભય ફેલાયો છે. ટ્રમ્પે સોમવારનાં અહીં પ્રેસ કૉન્ફરન્સમાં આ વાત કહી. ટ્રમ્પે કહ્યું કે, “મને લાગે છે કે આપણે ઘણું સારું કરી રહ્યા છીએ. મારા વિચારમાં આપણે કોઈ પણ દેશ જેટલું સારું કર્યું છે. જો તમે ખરેખર જુઓ કે શું ચાલી રહ્યું છે, ખાસ કરીને આ નવા કેસ સામે આવ્યાના અને એ દેશોનાં સંબંધમાં, જેમના વિશે વાતો કરવામાં આવી રહી હતી કે તેમણે આના પર નિયંત્રણ મેળવ્યું છે.”
તેમણે એક પ્રશ્નનાં જવાબમાં કહ્યું કે, “એ ના ભૂલો કે આપણે ભારત અને ચીન ઉપરાંત અનેક દેશોથી ઘણા મોટા છીએ. ચીનમાં મોટા પ્રમાણમાં સંક્રમણનાં કેસ વધી રહ્યા છે. ભારતમાં જબરદસ્ત સમસ્યા છે. અન્ય દેશોમાં સમસ્યાઓ છે, અને મે આ બધું સાંજના સમાચારમાં ધ્યાનથી જોયું છે. કોઇ પણ સમાચારમાં હું બીજા દેશો વિશે નથી વાંચતો. તમે જોઇ રહ્યા છો કે બીજા દેશોમાં કેટલા મોટા પ્રમાણમાં કેસ વધી રહ્યા છે. એ દેશોમાં જેમણે વિચાર્યું હતુ કે ત્યાં આ ખત્મ થઈ ગયો છે, જેમકે આપણે વિચાર્યું હતુ કે ફ્લોરિડામાં આપણે આનાથી બહાર આવી ચુક્યા છીએ અને અચાનક તે ફરીથી આવ્યો. સંક્રમણ જરૂર ફરી આવ્યું છે.

Related posts

Erdogan Meets Palestinian President, Hamas Leader in Ankara

EU Agrees Stiffer Sanctions on Belarus

Pakistan Floods: Death Toll Touches 1,061, Prime Minister Shehbaz Calls Situation ‘Horrifying’