અમદાવાદ : સ્વાઇન ફલુથી વધુ ચારના થયેલા કરૂણ મોત

અમદાવાદ શહેરમા ઓગસ્ટ માસમા શરૂ થયેલા સ્વાઈનફલૂના રોગ હજુ નિયંત્રણમાં લાવી શકાયો નથી તંત્ર દ્વારા કરવામા આવી રહેલા અનેક દાવાઓની વચ્ચે છેલ્લા ૨૪ કલાકમા અમદાવાદ શહેરમા વધુ ચાર દર્દીઓના સારવાર દરમિયાન મોત થવા પામ્યા છે. આની સાથે જ અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૭માં જાન્યુઆરીથી લઇને ત્રીજી સપ્ટેમ્બર સુધી ૧૨૨ લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે કેસોની સંખ્યા વધીને ૨૦૬૭ થઇ ગઇ છે. સપ્ટેમ્બર મહિનામાં માત્ર ત્રણ દિવસમાં જ ૧૫૦ કેસ અને ૧૧ લોકોના મોત થઇ ચુક્યા છે. આ સાથે જ વધુ ૫૫ જેટલા કેસ વિવિધ હોસ્પિટલોમા સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે.અમદાવાદ શહેરમા છેલ્લા ૨૪ કલાકની અંદર અસારવા વિસ્તારમા આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે ૩૦ દર્દી,,સોલા સિવિલ ખાતે પાંચ દર્દી,વી.એસ.હોસ્પિટલ ખાતે ત્રણ દર્દી,મણીનગર વિસ્તારમા આવેલી એલ.જી.હોસ્પિટલમાં ૧૭ દર્દી સ્વાઈનફલૂની સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે. હાલમા કુલ ૧૭ દર્દી વેન્ટિલેટર પર,૧૩ દર્દી બાયપેપ પર,અને ૨૦ દર્દી ઓકિસજન ઉપર છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તેમજ શહેરમા આવેલી બે સિવિલ હોસ્પિટલ મળીને આઈસોલેશન વોર્ડમા કુલ મળીને ૩૫૪ બેડ રાખવામા આવ્યા છે.જે પૈકી ૧૦૫ દર્દીઓ આ હોસ્પિટલોમા સારવાર લઈ રહ્યા છે.તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી દરમિયાન ૨૨,૨૩૮ શંકાસ્પદ દર્દીઓ શોધી કાઢવામા આવ્યા હતા જે પૈકી બી-કેટેગરીના ૫૨૮ જેટલા દર્દીઓને સારવાર આપવામા આવી રહી છે.મ્યુનિસિપલ તંત્ર દ્વારા એક તરફ અમદાવાદ શહેરમા સ્વાઈનફલૂનો રોગ કાબુમા આવી રહ્યો હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમા સ્વાઈનફલૂના રોગને કારણે રોજ ચાર લોકોના મોત થવા પામે છે.આ સાથે જ હજુ આજની પરિસ્થિતિમા પણ રોજ નવા ૫૦ થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.

Related posts

RERA Orders City Builder To Repair Leaky Walls

Former IPS officer Sanjiv Bhatt gets 20 years in jail 1996 drug planting case

State SWAGAT (Rajya SWAGAT)- A program for online redressal of people’s grievances, in front of CM Bhupendra Patel, to be held on Friday 28th July