Aapnu Gujarat

Month : October 2022

ગુજરાત

ગુજરાતમાં ઘરે-ઘરે લાગી છે સોલર પેનલ

aapnugujarat
શું તમે પણ વધતા જતા લાઈટ બિલથી પરેશાન છો? એકવાર સોલર પેનલ લગાવો અને લાઈટ બિલની ઝંઝટમાંથી છૂટકારો મેળવો. ખુદ ગુજરાત સરકાર પણ હવે આ વાત પર ભાર મુકી રહી છે. ઉલ્લેખનીય છેકે, હાલ પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે......
બિઝનેસ

અદાણી ગ્રુપ દ્વારા કોનકોરન કંપની હસ્તગત કરવા ક્વાયત

aapnugujarat
ભારતના સૌથી મોટા ધનકુબેર તેમની સંપત્તિમાં થઈ રહેલ વધારાની ઝડપે જ હવે કારોબારના વિસ્તરણ માટે દોટ મુકી રહ્યાં છે. આ સપ્તાહે જ ડિફેન્સ કંપનીનું હસ્તાંતરણ કર્યા બાદ હવે મળતી માહિતી પ્રમાણે અદાણી ગ્રુપ જાહેર ક્ષેત્રની કોનકોરને ખરીદી માટે આગળ વધી રહી છે. રિપોર્ટ અનુસાર ભારતીય રેલવેના કન્ટેનર ડેપોનું સંચાલન કરતી......
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે આપ્યું રાજીનામું

aapnugujarat
બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે રાજીનામું આપી દીધું છે. તે આગામી પ્રધાનમંત્રીની પસંદગી થવા સુધી પદ પર બન્યા રહેશે. નોંધનીય છે કે લિઝ ટ્રસે થોડા સમય પહેલા બ્રિટનની ખુરશી સંભાળી હતી. તેમની સરકારમાં અર્થવ્યવસ્થાના કુપ્રબંધનને કારણે પાર્ટીમાં બળવો શરૂ થઈ ગયો હતો. છેલ્લા એક સપ્તાહમાં ટ્રસના બે મંત્રીઓએ પણ રાજીનામા આપી......
ગુજરાત

ગુજરાતમાં ભાજપે ઉતારી રાજસ્થાનના નેતાઓની ફોઝ

aapnugujarat
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજસ્થાનથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના નેતાઓેને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જ્યાં કોંગ્રેસે મુખ્યમંત્રી અશોક ગહલોતથી લઈને ૨૦થી વધારે મંત્રીઓને ગુજરાતી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે, તો ભાજપે પણ ગુજરાતમાં વસેલા ૧૫ લાખ રાજસ્થાનવાસીઓને પોતાના તરફ ખેંચવા માટે રાજસ્થાનમાંથી મોટા પાયે પાર્ટીના નેતાઓની ડ્યૂટી લગાવી દીધી......
રાષ્ટ્રીય

યુક્રેનમાં રહેલા ભારતીયો તાત્કાલિક યુક્રેન છોડી દે : ભારત સરકાર

aapnugujarat
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે જોડાયેલા ચાર પ્રદેશોમાં માર્શલ લૉ લગાવી દીધો છે. તેમણે આજે બપોરે આ આદેશ સંબંધિત હુકમનામું પર હસ્તાક્ષર કર્યા છે. યુક્રેનિયન દળો રશિયાના કબજા હેઠળના ડોનેસ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝહ્યા અને ખેરસાન વિસ્તારોમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. રશિયામાં બળજબરીથી સમાવિષ્ટ કરાયેલા આ ચાર પ્રદેશોમાંથી મોટા ભાગના......
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફટાકડા ફોડતા ઝડપાયો તો ૬ મહિનાની જેલ : AAP

aapnugujarat
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ કે દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર છ મહિના સુધીની જેલ અને ૨૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. ગોપાલ રાયે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે રાજધાનીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર વિસ્ફોટક અધિનિયમની કલમ ૯બી હેઠળ ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને......
ગુજરાત

ગાંધીનગરમાં પુત્રએ માતાની હત્યા કરી

aapnugujarat
ગાંધીનગરના ધરમપુર ગામે રાત્રે કપાતર પુત્રએ પૈસાની માંગણી નહીં સંતોષાતાં ૭૦ વર્ષીય વૃદ્ધ માતાને લાકડી વડે ઢોર માર માર્યો હતો. તેમ છતાં આટલેથી સંતોષ નહીં થતાં દારૂના નશામાં કપાતર પુત્રએ કોદાળીનાં ઘા ઝીંકીને સગી જનેતાની કરપીણ હત્યા કરી દેતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ચીલોડા પોલીસે હત્યારા......
રાષ્ટ્રીય

પનવેલમાંથી PFIના ચાર કાર્યકરોની ધરપકડ

aapnugujarat
મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી ટુકડીએ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પીએફઆઇના ચાર કાર્યકરોની રાયગઢ જિલ્લામાં પનવેલમાંથી ધરપકડ કરી છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં પ્રતિબંધિત સંગઠનની રાજ્ય વિસ્તરણ સમિતિના સ્થાનિક સભ્ય, સ્થાનિક એકમના સચિવ અને અન્ય બે કાર્યકરોનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે,......
રાષ્ટ્રીય

બેંગલુરુમાં ભારે વરસાદ

aapnugujarat
બેંગલુરુમાં ફરી વરસાદ પડ્યો. જેના કારણે સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પૂર્વ, દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારોની સાથે બેલાંદુરના આઈટી ઝોનમાં પાણી ભરાઈ જવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરના ઉત્તરીય વિસ્તારમાં ૫૯ મીમી વરસાદ......
રાષ્ટ્રીય

જમ્મુમાં ભારે હિમવર્ષા

aapnugujarat
દક્ષિણ કાશ્મીરના શોપિયાં સાથે પુંછ અને રાજૌરીના સરહદી જિલ્લાઓને જોડતો મુઘલ માર્ગ ગુરુવારે જમ્મુના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે બંધ થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવાર રાતથી ડોડા, કિશ્તવાડ, રાજૌરી, રિયાસી, પૂંચ, રામબન અને કઠુઆ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. નાયબ પોલીસ અધિક્ષક (રાજૌરી-પુંચ રેન્જ) આફતાબ બુખારીએ......
UA-96247877-1