Aapnu Gujarat
Uncategorized

પ.બંગાળ સરકારનો આદેશ, રિપોર્ટ નેગેટીવ હોય તો પણ દર્દીઓને હોસ્પિટલે દાખલ કરો

પશ્ચિમ બંગાળમાં સતત કોરોના વાયરસના મામલાઓમાં વધારો થયો છે, આ સાથે હોસ્પિટલમાં પણ ભીડ વધી રહી છે. ઘણી હોસ્પિટલોમાંથી ફરીયાદ પણ મળી રહી છે કે અન્ય બિમારીઓથી પીડિત દર્દીઓને દાખલ કરવાની મનાઈ ફરમાવી છે. હવે આ મામલે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્દેશ જાહેર કર્યો છે કે કોરોના રિપોર્ટ નેગેટીવ રહે કે ના રહે તે છત્તાં ગંભીર રૂપથી બિમાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.
તમને જણાવી દઈએ કે ઘણા એવા મામાલાઓ સામે આવ્યા છે, કે જેમાં કોઈ રિપોર્ટ નથી તેવું બહાનું બતાવીને દર્દીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. રાજ્યના વિવિધ ભાગોમાં આ પ્રકારના ગંભીર આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે. વિશેષ રૂપે મેડિકલ કોલેજો વિરુદ્ધ આ પ્રકારના આરોપો અને સવાલો ઉઠી રહ્યા છે.
આ સ્થિતિમાં રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રિપોર્ટ નેગેટીવ હોવા છત્તાં બિમાર દર્દીને તુંરત સારવાર માટે હોસ્પિટલે દાખલ કરવા પડશે, આ નિર્દેશમાં વધુ જણાવવામાં આવ્યું છે કે જો જરૂરી હોય તો દર્દીને એક અલગ વોર્ડમાં રાખવામાં આવે અને રિપોર્ટ જાણવા માટે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવો જરૂરી છે. જો દર્દીની સ્થિતિ ગંભીર છે તો તેને કોઈ અન્ય હોસ્પિટલમાં ના મોકલી શકાય, જો બેડ ના હોય તો તેવી પરિસ્થિતિમાં અન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. તો તેને સુનિશ્ચિત કરવું જોઈએ કે જે હોસ્પિટલમાં તેને મોકલવામાં આવે છે ત્યાં બેડ હોવો જરૂરી છે.

Related posts

જુનાગઢનાં મધુરમ વિસ્તારનાં લોકોએ જરૂરી સુવિધાનાં અભાવે કોર્પોરેટર નરેશ ચાચિયા વિરુદ્ધ દેખાવો કર્યા

aapnugujarat

બુટભવાની મંદિર પાસે અકસ્માતની ભીતિ

editor

પાટણનો પ્રસિદ્ધ સમી તાલુકાનો વરાણાનો મેળો બંધ રાખવાનો થયો નિર્ણય

editor

Leave a Comment

UA-96247877-1