Aapnu Gujarat
રમતગમત

ન્યુઝીલેન્ડના ક્રિકેટરોએ ટીમ ઇન્ડીયા સાથે ઇંગ્લેંડ પહોંચવું પડશે

આઇપીએલમાં રમી રહેલા ન્યૂઝીલેન્ડ ના ક્રિકેટરો જૂન માસમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે ભારતીય ક્રિકેટરો સાથે ઇંગ્લેંડ જઇ શકે છે. કારણ કે હાલમાં કોરોના સંક્રમણને લઇને, ન્યુઝીલેન્ડમાં આકરા ક્વોરન્ટાઇન નિયમો હોવાને લઇને તેમના માટે પરત સ્વદેશ ફરવુ એ મુશ્કેલ બની શકે છે. કેન વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ટ, કાઇલ જેમીસન અને મિશેલ સેટનેર સહિતના ન્યુઝીલેન્ડના દશેક જેટલા ખેલાડીઓ હાલમાં આઇપીએલમાં હિસ્સો લઇ રહ્યા છે. ન્યુઝીલેન્ડ એ બે જૂન થી ઇંગ્લેંડમાં રમાનારી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમનુ એલાન કર્યુ હતુ. ભારત સામે ૧૮ જૂને સાઉથમ્પટનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ્ની ફાઇનલ મેચ માટે ૧૫ સદસ્ચોની ટીમ પસંદ કરવામાં આવશે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ખેલાડીઓને લઇને ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી હિથ મિલ્સ એ વાત કહતી. તેમણે કહ્યુ હતુ કે, તેઓ ઘરે નહી પરત ફરી શકે, કારણ કે બે સપ્તાહ ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે. તેઓ ભારતમાં જ કેટલોક સમય પસાર કરશે. તેઓ કહ્યુ હતુ કે, ન્યુઝીલેન્ડ તરફ વધારે વિમાની સેવા પણ કાર્યરત નથી તો પરત ફરવુ શક્ય નહી હોય. અમે ન્યુઝીલેન્ડ ક્રિકેટ સાથે વાત કરી રહ્યા છીએ, જે બીસીસીઆઇ અને આઇસીસી સાથે સંપર્કમાં છે.
તેમણે કહ્યુ હતુ કે, આઇપીએલ રમી રહેલા ન્યુઝીલેન્ડના ક્રિકેટર ભારત થી વિમાની સેવા રદ થવાને લઇને ચિંતિત છે. જોકે કોઇ ખેલાડીએ પરત ઘરે ફરવા માટેના સંકેત આપ્યા નથી. વિમાની સેવા ૧૧ એપ્રિલ થી રદ કરવામા આવી છે.મિલ્સે કહ્યુ હતુ કે, ખેલાડી આઇપીએલ બાયોબબલમાં સુરક્ષિત અનુભવી રહ્યા છે. એક હોટલમાં ચાર ટીમો છે અને હોટલ લોકડાઉન છે. એક શહેર થી બીજા શહેર માં પહોંચવા માં જોખમ છે, પરંતુ સુરક્ષા પ્રોટોકોલ નુ પુર્ણ પાલન કરવામાં આવી રહ્યુ છે. તે પુરી રીતે સુરક્ષીત બાયોબબલમાં છે.

Related posts

ICC रैंकिंग : टेस्ट बल्लेबाजी में पहले स्थान पर कायम कोहली

aapnugujarat

ધોની આઈપીએલમાં આગામી ૨ – ૩ વર્ષ રમી શકે છે

editor

ચેમ્પિયન્સ ટ્રોફી : તાજ જાળવવા આડે ભારત માટે અનેક પડકારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1