Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઘણાં રાજ્યોએ રોક્યો હતો દિલ્હીનો ઑક્સિજન સપ્લાય : કેજરીવાલ

દેશમાં કોરોના મહામારીની સ્થિતિ ભયાનક થઈ ગઈ છે જ્યાં બુધવારે ત્રણ લાખથી વધુ કેસ સામે આવ્યા. આ સાથે જ દુનિયાભરના રેકૉર્ડ તૂટી ગયા. આટલી મોટી સંખ્યામાં દર્દીઓના આવવાથી હવે હોસ્પિટલોની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે જ્યાં બેડ ઉપરાંત ઑક્સિજન અને દવાઓની અછત સર્જાઈ રહી છે. દિલ્લી પણ મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત છે જેના કારણે રાજ્ય સરકારે કેન્દ્રને તાત્કાલિક મદદ પૂરી પાડવાની અપીલ કરી છે.
આ બાબતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકાર ઑક્સિજનનો કોટા અને કઈ કંપની આ કોટા આપશે એ નક્કી કરે છે. દિલ્લીમાં ઑક્સિજન નથી બનતો, બધો ઑક્સિજન બહારના રાજ્યોમાંથી આવે છે. ઑક્સિજનની કંપનીઓ જે રાજ્યોમાં છે તેમાંથી અમુક સરકારોએ દિલ્લીના કોટાનો ઑક્સિજન મોકલવાનુ અટકાવી દીધુ. સીએમે કહ્યુ કે હું કેન્દ્ર સરકાર અને દિલ્લી હાઈકોર્ટનો આભાર માનવા માંગુ છુ, છેલ્લા બે-ત્રણ દિવસમાં તેમણે અમારી બહુ મદદ કરી છે જેના કારણે હવે ઑક્સિજન દિલ્લી પહોંચવા લાગ્યો છે. તેમણે આગળ કહ્યુ કે દિલ્લી સરકારના અનુમાન મુજબ તેમને ત્યાં ૭૦૦ ટન ઑક્સિજનની જરૂર છે, પહેલા તેને ૩૭૮ ટન રાખવામાં આવ્યો હતો પરંતુ બાદમાં ૪૮૦ ટન કરી દેવામાં આવ્યો. અમારે હજુ વધુની જરૂર છે પરંતુ આના માટે તેમના આભારી છે.
વળી, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે આઈસીયુ બેડની સમસ્યા છે, અમે કેન્દ્ર સરકારને ૭૦૦-૮૦૦ આઈસીયુ બેડ આપવાનો અનુરોધ કર્યો છે. દિલ્લીમાં છેલ્લા ૩ દિવસથી ઑક્સિજનની ગંભીર સમસ્યા ચાલી રહી છે. બુધવારે ૩૭૮ મેટ્રિક ટન ઑક્સિજન પણ નથી આવી શક્યો માટે બહુ ગંભીર સમસ્યા હતી. વળી, કેન્દ્ર સરકાર તરફથી દિલ્લીમાં ચલાવવામાં આવી રહેલ હોસ્પિટલોમાં ૭૦૦૦ બેડની માંગ કરવામાં આવી હતી પરંતુ હજુ માત્ર તેમને ૨૦૦૦ બેડ જ મળ્યા છે.
સત્યેન્દ્ર જૈનના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી દિલ્લીમાં ઑક્સિજનની સમસ્યા છે. કેન્દ્રએ પુરવઠામાં વધારો કર્યો છે. દિલ્લીનો કોટા જરૂરિયાત કરતા ઓછો હતો જેના કારણે તેમણે હવે તેને વધારી દીધો છે. જો એક કે બે દિવસમાં સંકટનુ સમાધાન થઈ જાય તો બેડની સંખ્યા પણ વધારવામાં આવશે. વળી, જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે દિલ્લીની હોસ્પિટલોમાં કેટલા કલાકનો ઑક્સિજન બચ્યો છે ત્યારે તેમણે કહ્યુ કે દરેક જગ્યાએ સ્થિતિ અલગ છે. ક્યાંક ૬ તો ક્યાંક ૮થી ૧૦ કલાકનો ઑક્સિજન બચ્યો છે.

Related posts

ભાજપ-શિવસેના સાથે મળી ચુંટણી લડવા સહમત

aapnugujarat

कृषि विधेयक को लेकर सीएम बघेल का केंद्र पर तंज, कहा – किसानों की जमीन पर है नजर

editor

જમ્મુ કાશ્મીર : ત્રણ ખતરનાક ત્રાસવાદી મોતને ઘાટ ઉતારાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1