Aapnu Gujarat
મનોરંજન

‘રાધે’ ૧૩ મેના રોજ થશે રીલિઝ

ઇદ પર ફિલ્મ રીલિઝની પરંપરાને જાળવી રાખતાં સલમાન ખાન ફિલ્મ્સ અને ઝી સ્ટૂડિયોએ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇની રીલિઝની જાહેરાત કરી છે.
પ્રભુ દેવાએ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મ સિનેમાઘરોની સાથે-સાથે પે પર વ્યૂ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર એક સાથે રીલિઝ કરવામાં આવશે. ફિલ્મને ૧૩ મેના રોજ મોટા પાયે રીલિઝ કરવાની યોજના છે. જ્યારે ફિલ્મનું ટ્રેલર ૨૨ એપ્રિલે રીલિઝ થશે. રાધે આ વર્ષે લાંબા સમયથી રાહ જોવાઇ રહેલી ફિલ્મ્સમાંથી એક છે.હાલમાં જ બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની ફિલ્મ રાધેનું પ્રથમ પોસ્ટર રીલિઝ કર્યું હતું. ફિલ્મનું પોસ્ટર રીલિઝ કરી સલમાન ખાને ફેન્સને કહ્યું હતું કે, ઇદનું વચન હતું. ઇદ પર જ આવીશું. કેમ કે, એક વાર જે મેં… સલમાન ખાને તેના આગવા અંદાજમાં ફિલ્મનું પોસ્ટર રીલિઝ કર્યું હતું.રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇનું નિર્દેશન પ્રભુ દેવાએ કર્યું છે. ફિલ્મમાં સલમાન ખાન, દિશા પટની, જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે ફિલ્મનું નિર્માણ સલમાન ખાન, સોહેલ ખાન ફિલ્મ્સ, રીલ લાઇફ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

Related posts

પ્રિયંકાએ હોલિવૂડ ફિલ્મ સાઈન કરી…!!?

aapnugujarat

ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું ઉદ્ઘાટન

aapnugujarat

परिणीति ने कहा अर्जुन कपूर सबसे अच्छी किस करता है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1