Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં વેક્સિન સંકટ યથાવત્‌

દેશભરમાં વેક્સિનનું સંકટ યથાવત્‌ છે. ઘણાં રાજ્યો ખુલ્લેઆમ કહી ચૂક્યાં છે, પરંતુ કેન્દ્ર સરકાર એ સ્વીકારવા તૈયાર નથી, જ્યારે રાજ્ય સરકારોએ વેક્સિનના અભાવ અંગે વાત કરી ત્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન પોતે આ આંકડા રજૂ કરવા ઊતર્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં ક્યાંય પણ વેક્સિનની અછત નથી.
જોકે વેક્સિનેશનમાં આવેલા ઘટાડાએ આ દાવાની પોલ ખોલી દીધી છે; એ પણ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશભરમાં વેક્સિનેશન વધારવા માટે વેક્સિન ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી.
મોદીએ ૧૧થી ૧૪ એપ્રિલ દરમિયાન દેશભરમાં વેક્સિન ઉત્સવની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. ખૂબ પ્રચાર-પ્રસાર થયો. કેન્દ્રીય મંત્રીથી લઈને ધારાસભ્ય સુધી લોકોને વેક્સિન લગાવવા માટે અપીલ કરી, પરંતુ પરિણામ એની વિરુદ્ધ જોવા મળ્યું. ૧૧થી ૧૪ એપ્રિલ દરમિયાન વેક્સિનેશન વધવાને બદલે ૧૨% ઘટ્યું.
વેક્સિન ઉત્સવ દરમિયાન, એટલે કે ૧૧થી ૧૪ એપ્રિલની વચ્ચે દેશભરમાં વેક્સિનના ૯૯.૬૪ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. આ પહેલાં ૭થી ૧૦ એપ્રિલની વચ્ચે ૧.૧૩ કરોડ, ૩થી ૬ એપ્રિલની વચ્ચે ૧.૧૦ કરોડ અને ૩૦ માર્ચથી ૨ એપ્રિલની વચ્ચે ૯૯.૯૯ લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. આંકડાથી સ્પષ્ટ થાય છે કે વેક્સિન ઉત્સવના જ વેક્સિનેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે આ ઉત્સવનો ઉદ્દેશ વેક્સિનેશન વધારવાનો હતો.
મોદીએ ૧૧ એપ્રિલે વેક્સિન ઉત્સવની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે ’આજે ૧૧ એપ્રિલે જ્યોતિબા ફૂલે જયંતીથી આપણે દેશવાસી વેક્સિન ઉત્સવની શરૂઆત કરી રહ્યા છીએ. આ ઉત્સવ ૧૪મી એપ્રિલ એટલે કે બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી સુધી ચાલશે. તેમણે લોકોને વેક્સિન અપાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, ’હું દેશવાસીઓને ૪ વસ્તુનું પાલન કરવા વિનંતી કરું છું – જેમણે વેક્સિન લેવામાં મદદની જરૂર છે તેમને મદદ કરો. ર્ઝ્રંફૈંડ્ઢ સારવાર માટે લોકોને સહાય કરો. માસ્ક પહેરો અને અન્યને પ્રેરણા આપો. જો કોઈ પોઝિટિવ જોવા મળે છે, તો પછી એ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન બનાવો.’
વેક્સિનેશનમાં થયેલા ઘટાડા વચ્ચે હર્ષવર્ધને બુધવારે કહ્યું હતું કે દેશમાં વેક્સિનની કોઈ અછત નથી. ભારત સરકાર દરેક રાજ્યને વેક્સિન આપે છે. આ રાજયોનું કામ છે કે તેઓ વેક્સિનેશન કેન્દ્રોને સમયસર વેક્સિનની સપ્લાઇ કરે.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, પંજાબ, તેલંગણા, રાજસ્થાન અને ઓડિશાએ વેક્સિન પુરવઠાની અછતના આરોપ લગાવ્યા હતા. આ મામલે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ડો. હર્ષવર્ધનને પત્ર પણ લખ્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે વેક્સિનના અભાવને કારણે ૭૦૦ વેક્સિનેશન કેન્દ્રોને બંધ કરવા પડ્યાં છે. પંજાબના મુખ્યમંત્રીએ પણ વેક્સિનનો સપ્લાઇ વધારવાની માગ કરી હતી.

Related posts

विजय-दशमी नारी शक्ति का प्रतीक है : सोनिया गांधी

aapnugujarat

आयुष्मान भारत को लेकर छिड़ा वॉर..हर्षवर्धन ने केजरीवाल के दावे किए ख़ारिज

aapnugujarat

सुरक्षाबलों ने अमरनाथ यात्रा पर बड़े हमले की साजिश को नाकाम किया : सेना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1