Aapnu Gujarat
ગુજરાત

હાઇકોર્ટનો કોરોનાની સ્થિતિ અંગે સરકારને સવાલ

રાજ્યમાં કોરોનાની સ્થિતિને પગલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અંગે સુનાવણી ચાલી રહી છે. સુનાવણીમાં હાઇકોર્ટ તરફથી કોરોનાની સ્થિતિ, બેડની કમી, ઓક્સિજનની કમી, રેમડેસિવિર ઇન્જેક્શનની અછત અંગે સરકારને સવાલ કરવામાં આવી રહ્યાં છે, જ્યારે સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે.હાઇકોર્ટે કહ્યું કે, તમે બેડ ખાલી હોવાનું કહો છો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે? દરેક તાલુકામાં અને જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ સુવિધા છે ? તમારા આંકડાઓ ઉપર ભરોસો બેસતો નથી, કોરોનાની સુનામી આવી ક્યાંથી? જે દર્દીને ઓક્સિજનની જરૂર છે એને એડમિટ કરવામાં આવતા નથી. ઇન્જેક્શન બાબતે તમારે ઓપન લેટર જાહેર કરવો જોઈએ અને રેમડેસિવિરથી શરીરમાં થતી આડઅસરો વિશે પણ જાણ કરવી જોઈએ.
હાઇકોર્ટે કહ્યું કે, સરકાર પોઝિટિવ દર્દીના જે આંકડા આપી રહી છે તે ખોટાં હોવાનું લાગી રહ્યું છે. આંકડા સાચા હોય તો ઇન્જેક્શનની અછત ઊભી ન થાય.આ મામલે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી કે, જીએમડીસી ગ્રાઉન્ડ પર હોસ્પિટલ બાધવાનું આયોજન રાજ્ય સરકારે ૧૫ દિવસ પહેલા પી.આઈ.એલ પહેલા જ કર્યું હતું. રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. તમામ મશીનરી કોરોના નિયંત્રણ માટે લાગેલી છે. રાજય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ગુજરાત સરકારની વિનંતીથી કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. કોરોના સંદર્ભે અમદાવાદમાં ગઈકાલે ડ્રાઈવ થ્રુ ૨૦૦૦ આરટીપીસીઆર ટેસ્ટ કરાયા અને સાંજ સુધીમાં તમામને પરિણામ પણ આપી દેવાયા છે. ગુજરાત સરકારે તમામ લેબોરેટરીઓને વિનંતી કરી છે કે પોતાના સ્ટાફમાં વધારો કરે અને પરિણામો ૨૪ કલાકમાં આપે લેબોરેટરીઓએ પણ અમને ખાતરી આપી છે તેઓ દરરોજ ૮ થી ૧૨ હજાર ટેસ્ટ કરે છે.એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું કે, રાજયમાં ૧૧૦૦ મે.ટન જેટલુ ઓકસિજનનું ઉત્પાદન થાય છે થોડા દિવસો પહેલા હોસ્પિટલોમાં ૫૦ મે.ટનની જરૂર હતી આજે ૭૩૦ મે.ટન ઓકસિજનની આવશ્યકતા છે. ગુજરાતમાં ઉત્પાદિત થતાં ઓકસિજનનનો સંપૂર્ણ જથ્થો મેડીકલના ઉપયોગ માટે કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પહેલા રેમડેસિવિર અપાઈ રહ્યા છે ત્યાર પછી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોમાં આ ઈન્જેકશન અપાઈ રહ્યા છે ઈન્જેકશનની ઉપલબ્ધી અનુસાર તેનું પ્રાયોરીટી પ્રમાણે વિતરણ કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાંત તબીબો લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે કે રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ કયારે કરી શકાય. દર્દીઓને સત્વરે સારવાર મળે એ માટે તાત્કાલિક એટેન્ડ કરાશે. હોસ્પિટલની કાર્યપ્રક્રિયામાં ફેરફાર કરાઈ રહ્યો છે. ૧૦૮ અને ૧૦૪ની કાર્ય પધ્ધતિમાં પણ ફેરફાર કરવામા આવ્યો છે. એટલે હવે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો ન લાગે એવી વ્યવસ્થાઓ કરવામા આવી રહી છે.

Related posts

ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાય કે ચોરી થઇ જાય તો ચિંતા ના કરશો અમે જણાવીશું પાછું મેળવવાની સરળ પ્રોસેસ

aapnugujarat

નવી શાળાઓ, ભરતી સહિત શિક્ષણક્ષેત્રનો ચિઠ્ઠો વિધાનસભામાં ખોલતાં શિક્ષણપ્રધાન

aapnugujarat

જવાહર ચાવડાને પ્રવાસન, મત્સ્યોદ્યોગ ખાતુ મળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1