Aapnu Gujarat
રાષ્ટ્રીય

હરિયાણાના પલવલમાં શિક્ષિકા સાથે સરપંચે કર્યં દુષ્કર્મ

હરિયાણાના પલવલ જિલ્લાના એક ગામમાં સરપંચ સુંદર દ્વારા ક્લાસની અંદર ઘૂસીને મહિલા ટીચરની સાથે દુષ્કર્મ કરવા અને તેનું અપહરણ કરવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. ગદપુરી પોલીસ સ્ટેશનની હદમાં પીડિતાની ફરિયાદ પર વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધી ફરાર આરોપી સરપંચની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. એસઆઇ હનીશ ખાને જણાવ્યું કે, એક પીડિતા યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે તે વિશ્વ વિદ્યાલયમાં ક્રેચના નાના બાળકોને ભણાવે છે. ૧૨ એપ્રિલની સવારે સાડા દસ વાગ્યે પીડિતા વિશ્વ વિદ્યાલયમાં બાળકોને ભણાવી રહી હતી. આ દરમિયાન દૂધૌલા ગામના સરપંચ સુંદર ક્લાસની અંદર આવ્યો અને શારીરિક સંબંધ બાંધવાની વાત કહેવા લાગ્યો. આટલું કહીને તરત જ સરપંચે પીડિતાના કપડા ફાડી દીધા અને ધક્કો મારીને જમીન પર પછાડી દીધી અને બળજબરીથી દુષ્કર્મ આચર્યું. પીડિતાએ વિરોધ કર્યો તો સરપંચ બળજબરીથી ખેંચીને પોતાના કારમાં ધકેલવા લાગ્યો. આ દરમિયાન પીડિતાની બહેન આવી ગઈ જે વિશ્વ વિદ્યાલયમાં જ ભણે છે. પીડિતાએ બૂમાબૂમ કરી તો આરોપી સરપંચ ફોન કરવાને લઈ જીવથી મારી નાખવાની ધમકી આપતો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. ત્યારબાદ પીડિતા શિક્ષિકા તરફથી પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસને પીડિતાની ફરિયાદ પર કેસ નોંધી લીધો છે પરંતુ આરોપી સરપંચની ધરપકડ હજુ સુધી નથી થઈ શકી. એવામાં પીડિતાએ જણાવ્યું કે તેને વારંવાર ધમકીઓ મળી રહી છે કે જો તેણે કેસ પાછો ન ખેંચ્ય તો તેના પર્સનલ ફોટો જે તેના ફોનમાં છે તેને ઇન્ટરનેટ પર વાયરલ કરી દેવામાં આવશે. કારણ કે પીડિતાનો ફોન હજુ આરોપી સરપંચની પાસે છે. પીડિતાએ આરોપીથી જીવનો ખતરો પણ છે. પીડિતાએ જણાવ્યું કે આરોપી સરપંચ પહેલા પણ તેની સાથે અનેકબાદ ગેરવર્તણૂક કરી ચૂક્યો હતો પરંતુ સમાજના ડરથી તે કંઈ કહી શકી નહોતી. બીજી તરફ, પોલીસે જણાવ્યું છે કે તેમણે આ મામલામાં અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધી દીધો છે. પોલીસ ૩૭૬, ૩૬૫, ૫૦૬, ૫૧૧ આઇપીસીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી સરપંચને પોલીસ હજુ સુધી ઝડપી શકી નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને ફરાર આરોપી સરપંચની શોધખોળ કરવામાં આવી રહી છે.

Related posts

રાહુલની તાજપોશીનો તખ્તો તૈયાર : ઉમેદવારીપત્ર દાખલ કર્યું

aapnugujarat

યુપીમાં બસપા નેતાની ગોળી મારી હત્યા

aapnugujarat

સપ્ટેમ્બર ૨૦૧૭થી મે સુધી ૪૪ લાખ લોકોને રોજગારી મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1