Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમિત શાહના રોડ શોમાં ઉમડી ભીડ

પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી ચૂંટણી માટે બધી રાજકીય પાર્ટીઓ એડી ચોટી સુધીનું પોતાનું જોર લગાડી રહી છે. તૃણમૂલ કોંગ્રેસથી લઈને બીજેપી સુધી તમામ પક્ષો મતદાતાઓના દિલ જીતવા પાછળ લાગેલી જોવા મળે છે. તેમા પશ્ચિમ બંગાળમાં પાંચમાં ચરણમાં થનારા મતદાન પહેલા ગૃહમંત્રી અમિત શાહે કમિલપોંગમાં રોડ શો કર્યો, જેમાં લોકોની પણ ઘણી ભીડ ઉમડી છે. રોડ શો સાથે જોડાયેલા ફોટાઓ પણ વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને બોલિવુડના જાણીતા ડાયરેક્ટર ઓનિરે પણ ટ્‌વીટ કર્યું છે.
ઓનિરે પોતાની ટ્‌વીટમાં જણાવ્યું છે કે, સબ ચંગા સી.. ટૂંક સમયમાં આપણે કોરોના પ્રભાવિત દેશોની સૂચિમાં પહેલા નંબરે આવી જઈશું. પરંતુ શો ચાલવો જ જોઈએ. ગૃહમંત્રી અમિત શાહની રેલીને લઈને કરવામાં આવેલી આ બોલિવુડ ડિરેક્ટરની ટ્‌વીટ ઘણી ચર્ચામાં છે. સાથે જ યુઝર તેની પર કમેન્ટ્‌સ પણ કરી રહ્યા છે. ઓનિરે પોતાની ટ્‌વીટમાં લખ્યું છે કે, જ્યારે દેશના ગૃહમંત્રી આટલા બુલંદ છે તો શું આશા કરી શકીએ. રાજનીતિ સૌથી ઉપર છે. સબ ચંગા સી.. ટૂંક સમયમાં આપણે કોરોના પ્રભાવિત દેશોની સૂચિમાં ટોપ પર પહોંચી જઈશું પરંતુ, આ કાર્યક્રમ ચાલુ રહેવા જોઈએ. જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં પાંચમાં ચરણના થનારા મતદાન પહેલા કલિમપોંગમાં રોડ શો કર્યો હતો.
ગૃહ મંત્રી અમિત શાહના રોડ શોના ફોટાઓ પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહેલા જોવા મળે છે. જેમાં લોકો હજારોની સંખ્યામાં ભેગા થયેલા હોવાનું દેખાઈ રહ્યું છે. એક તરફ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધતી જોવા મળી રહી છે તેવામાં વિવિધ પાર્ટીઓ દ્વારા ભીડને ભેગી કરવામાં આવતા ચારેબાજુ વિવિધ પક્ષની અને મોદી સરકારની નિંદા કરવામાં આવી રહી છે. આ સિવાય અમિત શાહ આજે પોથોમાં પણ સભાને સંબોધિત કરવાના છે. અમિત શાહ સિવાય પીએમ મોદી પણ પશ્ચિમ બંગાળમાં વિવિધ રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. શાહ દમદમ અને બડા નગરમાં સાંજે સભાને સંબોધન કરશે. કોલકાતાના ઐતિહાસિક, સાંસ્કૃતિક વિરાસતને અક્ષુષ્ણ રાખવાનો બીજેપીનો સંકલ્પ દોહરાવવામાં આવશે. જ્યારે બોલિવુડ ડાયરેક્ટર ઓનિરની વાત કરીએ તો તે પોતાના વિચારોને લઈને હંમેશાં ચર્ચાનું કેન્દ્ર બનેલા રહે છે.

Related posts

ભારતની મંજૂરી વગર અમેરિકાએ લક્ષદીપમાં નેવી જહાજ મોકલ્યું

editor

ચોમાસું સમય કરતાં પહેલાં સારા વરસાદની સંભાવના

aapnugujarat

दिल्ली में आज भी जहरीली हवा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1