Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવે દુનિયાની દરેક વેક્સિન આપણને મળશે, દરેકને ભારતમાં મંજૂરી

દેશમાં વેક્સિનની અછત ઓછી કરવા માટે સરકારે મંગળવારે એક મોટો નિર્ણય લીધો છે. જે વેક્સિનને દુનિયાના કોઈપણ દેશમાં સરકારી એજન્સીએ મંજૂરી આપી છે એ દરેક વેક્સિનને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે.
સરકારે તેમના આદેશમાં જે સંસ્થાઓનાં નામ આપ્યાં છે એમાં અમેરિકા, યુરોપ, બ્રિટન, જાપાન અને ’હુ’ સાથે જોડાયેલા છે. વેક્સિનને મંજૂરી આપનારમાં યુએસ ફૂડ એન્ડ ડ્રેગ એડમિનિસ્ટ્રેશન, યુરોપિયન મેડિસિન એજન્સી, ેંદ્ભસ્ૐઇજી, ઁસ્ડ્ઢછ જાપાન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સામેલ છે. સરકાર આ પહેલાં રશિયાની સ્પુતનિક-ફને પણ દેશમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી ચૂકી છે.
જે વેક્સિનને સરકારે મંજૂરી આપી છે એનો આગામી ૭ દિવસ સુધી ૧૦૦ દર્દી પર ઉપયોગ કરવામાં આવશે. ત્યાર પછી દેશના વેક્સિનેશન કાર્યક્રમમાં એને સામેલ કરવામાં આવશે. સરકારનો દાવો છે કે આ નિર્ણયથી ભારતમાં વેક્સિન ઈમ્પોર્ટ કરવા અને વેક્સિનેશન કાર્યક્રમમાં ઝડપ લાવી શકાશે.
સરકારના આ નિર્ણયથી આ દવા કંપનીઓ માટે વિદેશી વેક્સિનને ભારતમાં બનાવવાની મંજૂરી મેળવવામાં પણ સરળતા રહેશે.
સોમવારે એક્સપર્ટ કમિટીએ રશિયાની વેક્સિન સ્પુતનિક-વીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડ્ઢય્ઝ્રૈં)એ એને મંજૂરી આપી છે. ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં સામેલ થનારી આ ત્રીજી વેક્સિન બની ગઈ છે. આ દરમિયાન રશિયન ડિરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (ઇડ્ઢૈંહ્લ)એ કહ્યું હતું કે ભારત દુનિયાનો ૬૦મો દેશ છે, જેણે સ્પુતનિક-વીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.
ભારતમાં ૧૬ જાન્યુઆરીએ વેક્સિનેશન શરૂ થયું હતું અને એ માટે આ વર્ષની શરૂઆતમાં જ કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. કોવિશીલ્ડને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા મળીને બનાવે છે. ભારતમાં પુણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (જીૈૈંં) એનું ઉત્પાદન કરી રહી છે. કોવેક્સિન ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની (દ્ગૈંફ) સાથે મળીને બનાવી છે.

Related posts

હરિયાણામાં બાબાએ ૧૨૦ મહિલા પર બળાત્કાર ગુજાર્યો

aapnugujarat

દેશની પ્રથમ નેઝલ કોરોના વેક્સિનને ડીજીસીઆઈએ મંજૂરી આપી

aapnugujarat

Complete ban on selling and bursting firecrackers this Diwali : Telangana HC

editor

Leave a Comment

UA-96247877-1