Aapnu Gujarat
શિક્ષણ

કોલેજોમાં ૩૦મી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ

અમદાવાદઃ કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન)આગામી ૩૦મી એપ્રિલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આયોગ દ્વારા એપ્રિલ-૨૦૨૧માં લેવાનારી તમામ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત માહિતી ખાતા દ્વારા લેવામાં આવનારી નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, મદદનીશ માહિતી નિયામક વર્ગ -૨, સિનિયર સબ એડિટર વર્ગ-૩ અને માહિતી મદદનીશ વર્ગ -૩ની પરીક્ષાઓ પણ હાલ પૂરતી મોકૂફ કરી દેવામાં આવી છે. યુપીમાં કોરોના વાયરસની બીજી લહેરથી કોરોનાના કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે. શનિવારે ૧૨ હજારથી વધુ કેસ આવ્યા બાદ હવે રાજ્ય સરકારે ભીડ રોકવા માટે અનેક પગલાં લીધા છે. વધતા કેસના કારણે હવે પહેલા ધોરણથી લઈને ૧૨મા ધોરણ સુધી તમામ ખાનગી અને સરકારી શાળા કોલેજો તથા કોચિંગ ક્લાસ ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે.

Related posts

ધો. ૧૦-૧૨નાં વિદ્યાર્થીઓનાં ઘરે આવી જશે માર્કશીટ

editor

કારકિર્દીના ઊંબરે પુસ્તકનું કોંગ્રેસ દ્વારા લોંચિંગ કરાયું

aapnugujarat

રાત્રે ૧૧ વાગ્યા બાદ શાળા પ્રવાસની બસ પર પ્રતિબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1