Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતની મંજૂરી વગર અમેરિકાએ લક્ષદીપમાં નેવી જહાજ મોકલ્યું

ભારતના લક્ષદીપ આઇલેન્ડમાં અમેરિકન નેવીનું એક જહાજ પહોંચી ગયુ છ. અમેરીકન નેવીએ આ વાતની જાણકારી આપી છે. અમેરિકાનું કહેવું છે કે જહાજ નેવિગેશનલ રાઇટ્‌સ અને ફ્રીડમ હેઠળ મોકલવામાં આવ્યુ હતુ. ખાસ વાત તે છે કે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ઉથલ પુથલ ચાલુ છે. જો કે આ પહેલી વાર નથી કે અમેરિકાનું જહાજ ભારત આવ્યુ છે પરંતુ નેવી તરફથી આવેલી આક્રમક પ્રેસ નોટે ચર્ચા વધારી દીધી છે.
અમેરીકન નેવીએ કહ્યું કે તેમણે જહાજને ૧૩૦ નોટીકલ મિલ એટલે કે ૨૨૪ કીમી ભારતના લક્ષદીપના પશ્ચિમમાં મોકલ્યુ છે. આ પ્રેસનોટમાં માનવામાં આવ્યુ છે કે જહાજ મોકલતા પહેલા ભારત પાસે અનુમતિ માંગવામાં આવી નહોતી. સાથે તે પણ કહેવામાં આવ્યું કે મિસાઇલ ડિસ્ટ્રોયર યુએસએ જોન પોલ જોન્સ ઇન્ટરનેશનલ કાયદામાં રહીને કામ કરતો હતો.
ભારતીય કાયદા અનુસાર મહાદ્વિપીય શેલ્ફના આર્થિક ક્ષેત્રનો ઉપયોગ કર્યા પહેલા અથવા માર્ગથી પસાર થયાના એક દિવસ પહેલા નોટીસ આપવાની હોય છે. ૭મી ફ્લીટનું કહેવુ છે કે તેમણે નિયમિત ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન્સનું સંચાલન કર્યુ છે અને આ એક દેશ વિશે નથી.
એક સૂત્રએ જણાવ્યું કે જો આ નિર્દોષ માર્ગ હતો તો કાયદાનું કોઇ ઉલ્લંઘન નથી પરંતુ ૭મી ફ્લીટના નિવેદનને જોઇએ તો આ એક પેસેજ એક્સરસાઇઝની જેમ લાગે છે. એક પેસેજ એક્સરસાઇઝ હેઠળ એક વિદેશી જહાજ કોઇ પણ દેશના જળમાર્ગમાંથી પસાર થાય છે તો તે દેશ પણ તે પ્રક્રિયામાં સાથે જાય છે. આ મામલામાં એવુ કંઇ થયુ નથી.
ખાસ વાત તો તે છે કે બંને દેશોએ ભારત પ્રશાંત ક્ષેત્રમાં ચીન સામે એક સાથે મળીને નિર્ણય લેવાના સંકેત આપ્યા હતા. થોડા દિવસ પહેલા બેઠક આયોજીત કરવામાં આવી હતી જેમાં ભારત, અમેરિકા, જપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ થયા હતા. આ ક્વોડના સદસ્યોએ ફ્રાંસને પણ હિંદ મહાસાગરમાં સામેલ કરી લીધુ છે તો આ બીજીંગ માટે એક સંદેશ છે.

Related posts

મેડિકલનો અભ્યાસક્રમ ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે : બાબા રામદેવ

editor

પેરિસ ક્લાઇમેટ ડીલથી નીકળી જવા માટે અમેરિકાની જાહેરાત

aapnugujarat

ભારત ૩ મહિનામાં ચીનને પછાડીને દુનિયાની સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1