Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગુનેગારને પાતાળમાંથી શોધીને જેલ ભેગા કરીશું : સીએમ યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સતત બંગાળમાં રેલી કરીને ભાજપના પક્ષમાં મત માંગી રહ્યા છે. બુધવારે બંગાળના ઉત્તર દિનાજપુરમાં એક રેલીને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે ઇશારા-ઇશારામાં માફિયા ડૉન મુખ્તાર અંસારીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ગુનેગારો અને માફિયા કેટલા પણ મોટા કેમ ન હોય, શોધીને તેમને પાતાળથી કાઢીને જેલ ભેગા કરીશું.
સીએમ યોગીએ કહ્યું કે, હજુ પણ આદત સુધારી લો, સુધરી જશો તો ભાજપના કાર્યકર્તાઓની સાથે લાઇનમાં લગાવીને ભાજપના પક્ષમાં મતદાન કરાવીને પોતાની ભૂલોનો પશ્ચાતાપ કરી લો. નહીં તો ૨ તારીખ પછી ફરી નક્કી કરી લો, કાયદો શોધી-શોધીને કાઢીશું, જેવી રીતે કાલનું દ્રશ્ય ઉત્તરપ્રદેશમાં જોયું હશે. આ ગુનેગાર અને માફિયા કેટલા પણ મોટા કેમ ન હોય, શોધીને તેમને પાતાળથી કાઢીને જેલમાં નાખવાનું કામ કરવામાં આવશે.
મુખ્તાર અંસારીના બહાને ભાજપ નેતા નરોત્તમ મિશ્રાએ બુધવારે મમતા બેનર્જી અને બહુજન સમાજ પાર્ટી નેતા મુખ્તાર અંસારી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, હાલના દિવસોમાં દેશમાં ૨ વ્હીલચેર ફેમસ છે. એક હારના ડરથી વ્હીલચેર પર છે તો બીજા મારના ડરથી વ્હીલચેર પર છે.
પંજાબની રોપડ જેલમાં બંધ માફિયા ડૉન મુખ્તાર અંસારીને બુધવારે સવારે યૂપીની બાંદા જેલમાં શિફ્ટ કરાયો હતો. મુખ્તારની પત્નીએ કોર્ટમાં અરજી આપીને વિકાસ દુબે કાંડ કરવાનો ઉલ્લેખ કરતા મુખ્તારનો જીવ ખતરામાં હોવાનું જણાવ્યું હતું, પરંતુ યુપી પોલીસની ટીમ સમગ્ર દળની સાથે પંજાબ પહોંચીને મુખ્તાર અંસારીને લઇને આવી. હવે મુખ્તાર અંસારી વિરૂદ્ધ ચાલી રહેલા કેટલાક કેસોનું ટ્રાયલ પૂર્ણ કરી શકાશે.

Related posts

પરિસ્થિતિ ગમે તે હોય,ચૂંટણી તો પટણા સાહિબથી જ લડીશ : શત્રુઘ્ન સિંહા

aapnugujarat

PM to address a rally on December 22 at Delhi

aapnugujarat

१६ जुन से पेट्रोल डीजल की हर दिन बदलेगी किमतें

aapnugujarat

Leave a Comment

UA-96247877-1