Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતને ૨૦૫૦ સુધી નેટ ઝેરો ઉત્સર્જનનો સંકલ્પ માટે બાઈડને મોકલ્યા ખાસ દૂત

અમેરિકાએ ભારતનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મનાવવા માટે પોતાના ખાસ દૂત ભારત દોડાવ્યા છે. જો બાઈડન સરકારે જળવાયુ પરિવર્તનના ખતરાનો સામનો કરવા માટે ફરી પોતાના પ્રયાસ શરૂ કરી દીધા છે જેને ડૉનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને કચરાના ડબ્બામાં નાખી દીધા હતાં. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડને ક્લાઈમેટચેંજ દૂત જોન કેરીને ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસે મોકલ્યા છે.
જોન કેરીની આ ભારત મુલાકાતનો હેતુ બાઈડેનના ક્લાઈમેટ લીડર સમિટ પહેલા તેમાં ભાગ લેનારા દેશો સાથે વાતચીત કરવાનો છે. આ વર્ચ્યુઅલ સમિટમાં પીએમ નરેન્દ્ર મોદીને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
અમેરિકા હાલ વૈશ્વિક જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટેના અભિયાનનું ફરી એકવાર નેતૃત્વ કરવા ધારે છે. તે હેતુ ૨૦૫૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો એટલે કે નગણ્ય કરવાનો છે. બ્રિટન અને ફ્રાંસ સહિતના અનેક દેશોએ પહેલાથી જ કાયદા ઘડી રાખ્યા છે. જ્યારે જાપાન, કેનેડા અને જર્મની સહિતના દેશોએ નેટ ઝીરો કરવાને લઈને પોતાના ઈરાદાઓ જાહેર કરી દીધા છે. ચીને ૨૦૬૦ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનો વાયદો કર્યો છે.
અમેરિકા અને ચીન બાદ ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ગ્રીન ગાઉસ ગેસ ઉત્સર્જન કરનાર દેશ છે. જોન કેરીની આ યાત્રાનો હેતુ ભારતને ૨૦૫૦ સુધી નેટ ઝેરો ઉત્સર્જનનો સંકલ્પ લેવા માટે રાજી કરવાનો છે. અમેરિકા ઈચ્છે છે કે, ભારત તેની જુની જીદ છૉડે.
પરંતુ ભારત હજી નેટ ઝીરોને લઈને વિરોધ કરી રહ્યું છે કારણ કે આમ કરવાથી સૌથી વધારે ગંભીર અસર ભારતને જ થાય તેવી શક્યતા છે. ભારતની સ્થિતિ મજબુત છે. આવનાર બે દાયકામાં ઉત્સર્જનની ગતિમાં ભારત સૌથી મોખરે રહે તેવી સ્થિતિ છે, કારણ કે ભારતે તેના વિકાસદરમાં પણ ગતિ લાવવાની છે. જેથી કરીને કરોડૉ ભારતીયોને ગરીબીમાંથી બહાર કાઢી શકાય. હાલ કાર્બન હટાવવાની મોટાભાગની ટેક્નિક કાંતો અવિશ્વસનીય છે અથવા તો ખુબ જ મોંઘી છે.
ભારત વારંવાર એ વાત તરફ ઈશારો કરતુ રહે છે કે, વિકસીત રાષ્ટ્ર પોતાના વાયદાઓ અને પ્રતિબદ્ધતાઓ પર ક્યારેય ખરા ઉતર્યા નથી. કોઈ પણ વિકસીત દેશે ક્યોટો પ્રોટોકોલ અંતર્ગત સોંપેલા ઉત્સર્જનમાં કાપ મુકવાના લક્ષ્યાંકને હાંસલ નથી કર્યું. આમ ભારતના વલણને દબલવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મનાવવા માટે અમેરિકાએ તેના ખાસ દૂર જોન કેરીને ભારત મોકલ્યા છે.

Related posts

बिना सब्सिडी के 2 लाख भारतीय मुसलमान हज यात्रा पर जाएंगे

aapnugujarat

अनुच्छेद 370 ख़त्म करने के साथ ही 8 हजार जवान घाटी के लिए हुए रवाना

aapnugujarat

બજેટ પર ચર્ચાના જવાબ સુધી જેટલી પરત નહીં ફરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1