Aapnu Gujarat
National

ગાઝીયાબાદમાં નાઈટ કર્ફ્યું, શિક્ષણ સંસ્થાન બંધ

દેશમાં કોરોનાનો ગ્રાફ તેજીથી વધી રહ્યો છે.ગાઝીયાબાદમાં રાત્રે ૧૦ થી સવાર ૫ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું છે.તેમજ કોરોના ના ગાઈડલાઈન્સ નું પાલન ના કરનાર પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. લાંબા સમય પછી સ્કુલ ખુલી અને હવે કોરોનાએ કોલેજો ને પોતાનું નિશાન બનાવ્યું છે.ઉત્તર પ્રદેશમાં લખનઉ, કાનપુર પછી ગાઝીયાબાદમાં સ્કુલ-કોલેજો બંધ કરવમાં આવ્યા છે.ગાઝીયાબાદના DM અજય શંકર પાંડે એ બધી શિક્ષણ સંસ્થા, કોચિંગ સેન્ટરો આગામી ૧૭ એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે.લખનઉમાં સ્કુલ અને કોલેજો સંક્રમણ વધતાં બંધ કરવામાં આવી હતી.મેડીકલ, નર્સિંગ, પેરા મેડીકલ સંસ્થાઓ સિવાય સરકારી પ્રાઇવેટ સ્કુલ, કોલેજો ૧૫ એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે.

Related posts

ગાઝીયાબાદમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

editor

દિલ્હીમાં કોઇ પણ પ્રકારનું લોકડાઉન લાગુ નહિ થાય : કેજરીવાલ

editor

મદદ માંગણી સાથે લોકો સોનુ ના ઘરે પહોચ્યા

editor

Leave a Comment

UA-96247877-1