Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપીમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવા સરકાર વિચાર કરે : અલ્હાબાદ હાઈકોર્ટ

કોરોનાના વધતા કેસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે કહ્યું કે, રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવા અંગે વિચારવું જોઈએ, જેથી સામાજિક કાર્યક્રમોમાં ભીડને રોકી શકાય. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુર અને ન્યાયાધીશ સિદ્ધાર્થ વર્માએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા આ નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારે કોરોના વાયરસની બીજી લહેરને પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.
હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, જિલ્લા તંત્ર અને પોલીસ અધિકારીને પણ માસ્ક પહેરવા કહ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે, જિલ્લા તંત્રએ શહેરમાં ભીડ ભેગી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે હાઈકોર્ટની બેન્ચે કહ્યું, ચૂંટણી દરમિયાન કોઈ રેલી ન નીકળે તેનું ધ્યાન રાખવું પડશે. આ સાથે જ કોવિડ ગાઈડલાઈનનું પણ પાલન કરવું પડશે.

Related posts

कश्मीर से लेकर विकास के फ्रंट तक मोदी सरकार फेल : सोनिया गांधी

aapnugujarat

સોનાલી ફોગાટના હત્યાના મામલામાં જરૂર પડી તો સીબીઆઈને કેસ સોંપાશે : PRAMOD SAVANT

aapnugujarat

નાગા કરાર બહાને રાહુલના નરેન્દ્ર મોદી પર તીવ્ર પ્રહારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1