Aapnu Gujarat
રમતગમત

પોન્ટિંગે પૃથ્વી શૉ વિશે કર્યો ઘટસ્ફોટ

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે યુવા ઓપનર પૃથ્વી શૉ વિશે કેટલાક ઘટસ્ફોટ કર્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનની શરૂઆત પહેલા તેમણે કહ્યું, પૃથ્વીએ તેમની વાત સાંભળી નથી. જ્યારે પૃથ્વી શૉ ગત સિઝનમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે નેટ પર બેટિંગ કરવાથી ઇનકાર કરી દીધો હતો.
પોન્ટિંગે સાથે આશા વ્યક્ત કરી કે આ પ્રતિભાશાળી બેટ્‌સમેને આગામી પ્રતિયોગિતા પહેલા પૃથ્વી શૉએ પોતાની ટ્રેનિંગની આદતોમાં સુધાર લાવ્યો હશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સમાં ગત બે સત્રથી ૨૧ વર્ષીય પૃથ્વી શૉ સાથે કામ કરી રહ્યા છે. તેમણે યાદ કર્યું કે ગત સિઝનમાં બે હાફ સેન્ચ્યુરી ફટકાર્યા બાદ પૃથ્વી જ્યારે ખરાબ ફોર્મથી પસાર થઇ રહ્યો હતો તો તેણે નેટ્‌સ પર બેટિંગ કરવાથી ઇનકાર કરી દીધો હતો.
પોન્ટિંગે કહ્યું, ગયા વર્ષે તેણે નક્કી કર્યું હતું કે જો તે રન બનાવશે નહીં તો તે નેટ્‌સમાં બેટિંગ કરશે નહીં. જ્યારે પણ તે રન બનાવશે ત્યારે નેટ્‌સમાં હંમેશાં બેટિંગ કરવાનું ચાલુ રાખશે.
પોન્ટિંગે કહ્યું, પૃથ્વીએ ચારથી પાંચ મેચમાં ૧૦થી પણ ઓછો સ્કોર બનાવ્યો હતો પછી હું તેને હંમેશાં કહેતો હતો કે નેટ્‌સમાં જવું જ જોઇએ અને સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરવો જોઇએ પરંતુ તેણે મને સ્પષ્ટ શબ્દોમાં બેટિંગ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
પોન્ટિંગે એવું પણ કહ્યું, જો પૃથ્વી શૉ શાનદાર દેખાવ કરશે તો ફરીથી સુપર સ્ટાર બની શકે છે. ગયા વર્ષે યૂએઇ ખાતે મેં પ્રત્યેક મેચ બાદ સલાહ આપી હતી પરંતુ તે પોતાના શબ્દોને વળગી રહ્યો હતો અને ઘણી વખત નેટ્‌સમાં બેટિંગ કરી નહોતી. જો તે પોતાની ટ્રેનિંગની આદતો બદલશે તો આગામી વર્ષમાં ભારત માટે ઘણી મેચો રમતો જોવા મળી શકે છે.

Related posts

विराट कोहली को ही बॉस होना चाहिए : अनुराग ठाकुर

aapnugujarat

धोनी ने स्थिति के हिसाब से बल्लेबाजी की : भरत अरुण

aapnugujarat

D/N टेस्ट को भारत के सभी हिस्सों में ले जाने की जरूरत : गांगुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1