Aapnu Gujarat
રાષ્ટ્રીય

મમતાએ કહ્યું હું બ્રાહ્મણ છું : રસોઈ બનાવનાર મહિલા અનુસૂચિત જાતિની

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે ભાજપ પર વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજ્યમાં સાંપ્રદાયિક ઘર્ષણ લાવવાનો આરોપ લગાવ્યો હતો. તૃણમૂલના વડાએ ભાજપ તરફી મનાતી અસદુદ્દીન ઓવૈસી અને અબ્બાસ સિદ્દીકીના આઈએસએફની આગેવાની હેઠળના એઆઈએસઆઈએમ તરફ આડકતરી રીતે ઇશારો કરતા, મુસ્લિમોને ભાજપ સ્મરથિત હૈદરાબાદના લોકો અને તેના બંગાળના સહયોગીઓની જાળમાં ન ફસાવવા હાકલ કરી હતી.
દક્ષિણ ૨૪ પરગના જિલ્લાના રૈદીગી ખાતે ચૂંટણી રેલીને સંબોધન કરતાં તૃણમૂલ કોંગ્રેસના વડાએ કહ્યું, ’હૈદરાબાદની વ્યક્તિ અને અહીંના ફુરફુરા શરીફ (સિદ્દીકી) માં તેના સાથીઓ ભાજપના ઇશારે લઘુમતી મતોને વિભાજિત કરવા માગે છે. અને બિહારની ચૂંટણી દરમિયાન જે થયું તેનું પુનરાવર્તન કરાવવા માગે છે. ઓવૈસી અને સિદ્દીકી બંનેએ અગાઉ તૃણમૂલ કોંગ્રેસના આક્ષેપોને નકારી દીધા છે. આઈએસએફ સીપીઆઈ (એમ) અને કોંગ્રેસ સાથે જોડાણ લડી રહી છે.
બેનર્જીએ હિન્દુઓને પણ ‘સાંપ્રદાયિક ઘર્ષણ ભડકાવવા’ ના ભાજપના પ્રયત્નોથી સાવધ રહેવા વિનંતી કરી હતી. તેમણે તેમને બહારના એવા લોકોથી દૂર રહેવાનું કહ્યું જેમને તેમના વિસ્તારોમાં મુશ્કેલી ઉભી કરવા મોકલવામાં આવ્યા છે.
પોતાની હિન્દુ ઓળખ પર ભાર મૂકતાં બેનર્જીએ કહ્યું હતું કે, “હું એક હિન્દુ છું, જે ઘર છોડતા પહેલા દરરોજ ચંડી મંત્રનો જાપ કરે છે.” પરંતુ હું દરેક ધર્મનું સન્માન કરવાની મારી પરંપરામાં વિશ્વાસ કરું છું.
તેણે કહ્યું, ’હું એક હિન્દુ ઘરની દીકરી છું. મને તે બધા મંત્રો આવડે છે જે મા ચંડી અને મા જગદત્રી માટે જાપ કરવામાં આવે છે. ભાજપના નેતાઓમાંથી કેટલા આ કરી શકે છે? મમતાએ ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું જેઓ દલિત મતદારોના ઘરે ગયા હતા અને ત્યાં જમ્યા હતા. તેમણે કહ્યું, “હું બ્રાહ્મણ સ્ત્રી છું પણ મારી નજીકની સાથી એક અનુસુચિત જાતિની મહિલા છે જે મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે.” તે મારા માટે ભોજન પણ બનાવે છે.

Related posts

International flight ban extended till March 31, 2021: DGCA

editor

Congress may oppose LIC listing if centre govt fails to convince : Chidambaram

aapnugujarat

લોકશાહીની રક્ષા માટે અવાજ ઉઠાવવા રાહુલ ગાંધીએ કરી અપીલ

editor

Leave a Comment

UA-96247877-1