Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

તાઇવાનમાં ટ્રેન અકસ્માત : ૩૬ લોકોનાં મોત

તાઇવાનમાં એક મોટી ટ્રેન દૂર્ઘટનામાં ઓછામાં ઓછા ૩૬ લોકો માર્યા ગયા છે અને ૭૨થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના શુક્રવારે ૨ એપ્રિલે બની હતી. સ્થાનિક મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, ટ્રેન એક ટ્રકથી ટકરાયા બાદ પાટા પરથી ઉતરી ગઇ હતી. તાઇવાનની સરકારે જણાવ્યુ કે ઘટનામાં ટ્રેનના ડબ્બા પુરી રીતે કડડાઇ ગયા છે, જેને કારણે રાહત કાર્યમાં તકલીફ થઇ રહી છે.
તાઇવાનના ફાયર ડિપાર્ટમેન્ટે નિવેદન જાહેર કરી કહ્યુ કે ટ્રેન તાઇતુંગ શહેર તરફ જઇ રહી હતી. રસ્તામાં એક સુરંગમાંથી પસાર થતા આ દૂર્ઘટના સર્જાઇ હતી. ફાયર ડિપાર્ટમેન્ટ અનુસાર, દૂર્ઘટનાના સમયે ટ્રેનમાં આશરે ૩૫૦ લોકો સવાર હતા. બચાવ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.
વિભાગે જણાવ્યુ કે ટ્રેનના શરૂના ચાર ડબ્બામાંથી ૮૦થી ૧૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ પાંચમા ડબ્બાથી આઠમા ડબ્બામાં રેસક્યૂ ઓપરેશન કરવુ મુશ્કેલ બની ગયુ છે. કારણ કે ઘટનામાં આ ડબ્બાને વધુ નુકસાન થયુ છે. તાઇવાનના પરિવહન મંત્રાલયે માર્યા ગયેલા લોકોની સંખ્યાના હિસાબથી ૩ દાયકાની સૌથી મોટી રેલ દૂર્ઘટના ગણાવી છે.
તાઇવાનની સરકારી ન્યૂઝ એજન્સી સીએનએએ જણાવ્યુ કે ટ્રેનના રસ્તામાં એક ટ્રક યોગ્ય રીતે પાર્ક નહતો, તેને શંકા વ્યક્ત કરી છે કે ટ્રક ટ્રેનના રસ્તામાં આવી ગયો હતો, તેને ટકરાઇને ટ્રેન ડીરેલ થઇ ગઇ અને તેના કેટલાક ડબ્બા સુરંગની દીવાલ સાથે ટકરાયા હતા. સમાચાર અનુસાર ફાયર ડિપાર્ટમેન્ટે એક તસવીર પણ જાહેર કરી છે, જેમાં ટ્રકના અવશેષ ટ્રેનની નજીક પડેલા જાેવા મળે છે.
તાઇવાનમાં આ પહેલા પણ આવી દૂર્ઘટના સર્જાઇ ચુકી છે. વર્ષ ૨૦૧૮માં ઉત્તર-પૂર્વી તાઇવાનમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી, તે દૂર્ઘટનામાં ૧૮ લોકો માર્યા ગયા હતા અને ૧૭૫ ઘાયલ થઇ ગયા હતા. શુક્રવારની દૂર્ઘટના પણ આ રીતની છે. આ દૂર્ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

Related posts

US wants fair and reciprocal trade with India : State dept.

aapnugujarat

ईरान ने अमेरिकी सैन्य ठिकानों पर बैलिस्टिक मिसाइलों से किया हमला

aapnugujarat

કોરોના-રસીના ડોઝનો વૈશ્વિક આંકડો ૧-અબજ પર પહોંચ્યો

editor

Leave a Comment

UA-96247877-1