Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાની બુલેટ ગતિઃ ૨૪ કલાકમાં ૭૨,૩૩૦ નવા કેસ : ૪૫૯ દર્દીઓના મોત નિપજ્યા

ભારતમાં ૨૪ કલાકમાં નોંધાતા કોરોનાના કેસમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે. મંગળવારે જેટલા કેસ નોંધાયા હતા તેની સરખામણીમાં બુધવારે ૧૯,૦૦૦ જેટલા વધુ કેસ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંક પર સાડા ૪૦૦ને પાર થઈ ગયો છે. ભારતમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા હતા તેની સાથે એક્ટિવ કેસ અને મૃત્યુઆંક પણ મોટા થઈ રહ્યા છે.
ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૨,૩૩૦ કેસ નોંધાયા છે અને ૪૫૯ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોવિડ-૧૯ના કુલ કેસનો આંકડો ૧,૨૨,૨૧,૬૬૫ થઈ ગયો છે.
વધુ સાડા ૪૦૦ લોકોના મોત સાથે દેશમાં કુલ મૃત્યુઆંક ૧,૬૨,૯૨૭ પર પહોંચી ગયો છે, અને એક્ટિવ કેસની સંખ્યા પોણા છ લાખને પાર કરીને ૫,૮૪,૦૫૫ થઈ ગઈ છે. જ્યારે ૪૦,૩૮૨ લોકએ બુધવારે કોરોના વાયરસને હરાવ્યો છે, દેશમાં કોરોનાને હરાવનારા કુલ દર્દીઓની સંખ્યા ૧,૧૪,૭૪,૬૮૩ થઈ ગયો છે.
ICMRના આંકડા પ્રમાણે બુધવારે ૧૧,૨૫,૬૮૧ લોકોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે, જેની સાથે અત્યાર સુધીમાં ટેસ્ટ માટે લેવાયેલા સેમ્પલનો કુલ આંકડો ૨૪,૪૭,૯૮,૬૨૧ થાય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા પ્રમાણે કુલ ૬,૫૧,૧૭,૮૯૬ લોકોને અત્યાર સુધીમાં કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે, આજથી દેશમાં ૪૫ વર્ષથી મોટી ઉંમરના કે જેઓ ગંભીર બીમારીથી નથી પીડાતા તેમને પણ રસી આપવામાં આવશે.
ભારતમાં ૧૬ જાન્યુઆરીએ કોરોના વાયરસની રસી આપવા માટેનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી પહેલા હેલ્થકેર વર્કર્સ, પછી બીજા તબક્કામાં ૧ માર્ચથી શરુ થયેલા બીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ વર્ષથી વધુના તથા ગંભીર બીમારીઓથી પીડિત લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કેટલાક ભાગોમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે, જે અંગે મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટે તથા દરેકને કે જેઓ ૪૫ વર્ષથી વધુ ઉંમરના છે તેમના સુધી રસી પહોંચાડવાની વાત કરી છે.
કોરોનાનો પ્રકોપ સૌથી વધુ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૫૪૪ નવા કેસ સામે આવ્યા છે અને આટલા સમયમાં ૨૨૭ દર્દીઓના મૃત્યુ થયા છે. સરકારી અધિકારીએ જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા (૨૮ માર્ચે) મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ૪૦૪૧૪ નવા કેસ સામે આવ્યા હતા જે અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક આંકડો છે.
મોતનો આંકડો ડરામણોઃ છેલ્લા ૨૪ કલાકમાં , કુલ કેસનો આંકડો ૧,૨૨,૨૧,૬૬૫ થયો, મૃત્યુઆંક ૧,૬૨,૯૨૭ પર પહોંચ્યો

Related posts

ઈન્ડિગોની ફલાઇટમાં લેપટોપ સળગતાં લોકોના જીવ અધ્ધર

aapnugujarat

બિહારમાં કોંગ્રેસ નહીં RJD મોટાભાઈ તરીકે હોવાનો દાવો

aapnugujarat

બાબા બર્ફાનીનાં ૧૯૭૦૦૦ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1