Aapnu Gujarat
રાષ્ટ્રીય

જૂની ગાડી પર કેન્દ્ર સરકાર ગ્રીન ટેક્સ લગાવવાની તૈયારીમાં

દેશના રસ્તાઓ પર ૧૫ વર્ષ કરતા પણ વધુ જૂના લગભગ ૪ કરોડ વાહનો દોડી રહ્યા છે. આ બધી ગાડીઓ પર હવે ગ્રીન ટેક્સ લાગવાનો છે. આ મામલે કર્ણાટક ટોપ પર છે. ત્યાં આવી ૭૦ લાખ જેટલી ગાડીઓ રસ્તા પર દોડે છે.
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરમાં ચાલી રહેલી આવી જૂની ગાડીઓના આંકડાને જાહેર કર્યા છે. આ આંકડામાં આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વીપનો ડેટા સામેલ નથી. આ રાજ્યોના આંકડા હાલ ઉપલબ્ધ નથી. સરકારી આંકડા મુજબ દેશમાં ૧૫ વર્ષથી જૂના ૪ કરોડ વાહનો રસ્તા પર દોડી રહ્યા છે. જેમાંથી ૨ કરોડ વાહનો તો ૨૦ વર્ષથી પણ વધુ જૂના છે.
મંત્રાલયના જણાવ્યાં મુજબ જૂના વાહનોથી સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારા રાજ્યોમાં કર્ણાટક પહેલા નંબરે અને ઉત્તર પ્રદેશ બીજા સ્થાને છે. ઉત્તર પ્રદેશમાં આવા વાહનોની સંખ્યા ૫૬.૫૪ લાખ છે. જેમાંથી ૨૪.૫૫ લાખ વાહનો ૨૦ વર્ષથી વધુ જૂના છે. દેશની રાજધાની દિલ્હી આ મામલે બીજા નંબરે છે. જ્યાં ૧૫ વર્ષથી જૂના વાહનો ૪૯.૯૩ લાખ છે.
કેરળમાં આવા વાહનોની સંખ્યા ૩૪.૬૪ લાખ, તામિલનાડુમાં ૩૩.૪૩ લાખ, પંજાબમાં ૨૫.૩૮ લાખ અને પશ્ચિમ બંગાળમાં ૨૨.૬૯ લાખ છે. મહારાષ્ટ્ર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં આવા વાહનોની સંખ્યા ૧૭.૫૮ લાખથી ૧૨.૨૯ લાખ વચ્ચે છે. ઝારખંડ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, પુડ્ડુચેરી, આસામ, બિહાર, ગોવા, ત્રિપુરા, દાદરા નગર હવેલી, અને દમણ-દીવમાં આવા વાહનોની સંખ્યા એક લાખથી ૫.૪૪ લાખ વચ્ચે છે. બાકી રાજ્યોમાં આવા વાહનોની સંખ્યા એક લાખથી ઓછી છે.
પ્રદૂષણ ફેલાવતા આવા જૂના વાહનો પર સરકાર ગ્રીન ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આ વર્ષે જાન્યુઆરીમાં પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ પ્રસ્તાવને રાજ્યો પાસે વિચાર વિમર્શ માટે મોકલી દેવાયો છે. તમામ રાજ્યો સાથે ચર્ચા વિચારણા બાદ આ પ્રસ્તાવ પર ઔપચારિક રીતે સર્ક્યુલર બહાર પાડવામાં આવશે.
આ પ્રસ્તાવ હેઠળ ૮ વર્ષથી જૂના વાહનો પર ફિટનેસ સર્ટિફિકેટના નવીનિકરણ સમયે રોડ ટેક્સના ૧૦થી ૨૫ ટકા બરાબર ટેક્સ લગાવવામાં આવશે. પ્રાઈવેટ ગાડીઓ પર ૧૫ વર્ષ બાદ નવીનિકરણ કરાવતી વખતે ગ્રીન ટેક્સ લાગશે. સાર્વજનિક પરિવહન વાહનો જેમ કે બસો વગેરે પર ગ્રીન ટેક્સના દર ઓછા રહેશે. સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ૧૫ વર્ષથી વધુ જૂની ગાડીઓ પર રોડ ટેક્સના ૫૦ ટકા જેટલો ગ્રીન ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. અત્રે જણાવવાનું કે કેટલાક પ્રદેશોમાં અત્યારે પણ ગ્રીન ટેક્સ લાગી રહ્યો છે પરંતુ બધી જગ્યાએ તેનો અલગ અલગ દર છે. જેને હવે એક સમાન કરવાની તૈયારી છે.

Related posts

અમે વિકાસપંથી માટેનું કલ્ચર લઈને આવ્યા : મોદી

aapnugujarat

पाक. जैसा पडोशी परमात्मा किसी को न दे : रक्षामंत्री

aapnugujarat

૯ લાખ કરોડના ભંડોળ પર અંકુશ મેળવવા માટે પ્રયાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1