Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના કહેર, દેશમાં નવા ૬૨,૬૩૨ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાની બીજી લહેર ચિંતાનું કારણ બની રહી છે. દરરોજ આવતા કેસોની સંખ્યા હવે ૬૦ હજારને પાર પહોંચી ગઈ છે. ગત દિવસે દેશમાં ૬૨,૬૩૨ નવા કેસ નોંધાયા હતા. આ છેલ્લા ૧૬૪ દિવસમાં સૌથી વધુ છે. આ અગાઉ ગયા વર્ષે ૧૫ ઓક્ટોબરે ૬૩,૪૪૧ કેસ નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૭૨૮ લોકો સાજા થયા અને આ વર્ષે પ્રથમ વખત ૩૧૧ લોકો મૃત્યુ પામ્યા.
જ્યારે, કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મધ્યપ્રદેશના ૧૨ શહેરોમાં રવિવારે લોકડાઉન છે. જેમાં ભોપાલ, ઈન્દોર, જબલપુર ઉપરાંત બેતુલ, છિંદવાડા, રતલામ અને ખારગોન સામેલ છે. જ્યારે, વિદિશા, ઉજ્જૈન, છીંદવાડા જિલ્લાના સોસર, નરસિંહપુર સાથે ગ્વાલિયરમાં પણ લોકડાઉન છે. શનિવારે રાત્રે ૧૦ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી ૩૨ કલાકનું લોકડાઉન રહેશે.
દેશમાં અત્યાર સુધીમાં ૧.૧૯ કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ ૧.૧૩ કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. ૧,૬૧ લાખ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં ૪.૮૩ લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
કોરોના કેસનો આંકડો ૬૨ હજારે પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર્‌, પંજાબ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણમાં ભારે વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કુલ કોરોના કેસના ૭૯.૫૭ ટકા કેસ આ રાજ્યોમાંથી જ નોંધાયા છે. સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી હોવાથી અનેક રાજ્યોએ આકરા પગલા ભરવાનું શરૂ કરી દીધું છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી ઉદ્ધવ સરકારે મિની લોકડાઉન લાગુ કર્યું છે. સરકારે પ્રદેશમાં આજથી એટલે કે, રવિવારથી ૧૫ એપ્રિલ સુધી રાતે ૮ઃ૦૦ વાગ્યાથી સવારના ૭ઃ૦૦ વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન મોલ, બાર, રેસ્ટોરા, મલ્ટીપ્લેક્સ, ઉદ્યાન-પાર્ક, સિંગલ સ્ક્રીન થિયેટર્સ, દરિયા કિનારા અને સાર્વજનિક સ્થળો સંપૂર્ણપણે બંધ રહેશે. શનિવારે આ મામલે દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા.
લગ્નોમાં ૫૦ લોકો અને અંતિમ સંસ્કારમાં ૨૦ લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ તેનાથી વધારે લોકો ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે મધ્ય પ્રદેશના ૧૧ જિલ્લાના ૧૨ શહેરોમાં આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરેક રવિવારે લોકડાઉન રહેશે. આ લોકડાઉન શનિવારે રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યાથી સોમવારે સવારે ૬ઃ૦૦ વાગ્યા સુધી પ્રભાવી રહેશે.
તહેવારો પહેલા ગોવા સરકારે રાજ્યમાં કલમ ૧૪૪ લગાવી દીધી છે. આ નિર્ણય હોળી, શબ-એ-બારાત, ઇસ્ટર અને ઇદને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉત્તર ગોવાના જિલ્લા મેજિસ્ટ્રેટ અજિત રોયે જણાવ્યું હતું કે આવતા તહેવારોની ઉજવણી માટેના સમારોહ કે મેળાવડાના આયોજન બંધ રહેશે.

Related posts

छठ पूजा के मौके पर यमुना के घाटों पर रौनक नजर आई

aapnugujarat

મોદીના નામે કોઈ પણ જીતે, સંગઠન જરૂરી : અમિત શાહ

aapnugujarat

Jayalalithaa’s relatives summoned by Madras HC over property case

aapnugujarat

Leave a Comment

UA-96247877-1