Aapnu Gujarat
રમતગમત

આજે પૂણેમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે નિર્ણાયક વન-ડે

ભારતીય ટીમ પુણેમાં રવિવારે ત્રણ મેચોની વનડે સિરીઝના નિર્ણાયક મુકાબલામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમવા ઉતરશે. શુક્રવારે બીજી વનડે મેચમાં કારમા પરાજય બાદ ભારતીય ટીમમાં ફેરફારની સંભાવના વધી ગઈ છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા ૩૩૬ રન બનાવ્યા પરંતુ ખરાબ બોલિંગને કારણે ટીમ તેનો બચાવ કરી શકી નહીં.
કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ સિરીઝ જીતવી છે તો બોલિંગ ડિપાર્ટમેન્ટને મજબૂત કરવો પડશે. ૩૩૬ રન જેવા મોટા સ્કોરનો બચાવ જો ટીમના બોલર ન કરી શક્યા તો તે ચિંતાની વાત છે. ભારતીય ટીમ ત્રીજી વનડેમાં એક સંભવિત ફેરફારની સાથે ઉતરી શકે છે. સ્પિનર કુલદીપ યાદવને બહાર કરવામાં આવી શકે છે. પ્રથમ અને બીજી વનડેમાં કુલદીપે વધુ રન આપ્યા અને તેની વિકેટનું ખાતુ પણ ખાલી રહ્યું હતું.
ભારત માટે ઈનિંગની શરૂઆત રોહિત અને ધવન કરશે. ટીમને આ બન્ને પાસે મોટી ઈનિંગની આશા છે.
બીજી વનડેમાં કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાની બેટિંગની મદદથી ભારતે ૩૩૬ રન બનાવ્યા હતા. અહીં ફેરફારની આશા નથી.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસથી શાનદાર પ્રદર્શન કરી રહેલા પંતે બીજી વનડેમાં દમદાર વાપસી કરતા અડધી સદી ફટકારી. તે અંતિમ મેચમાં પણ વિકેટકીપિંગ કરતો જોવા મળશે.
પ્રથમ વનડેમાં શાનદાર અડધી સદી ફટકારી એકદિવસીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર કૃણાલ પંડ્યા બોલિંગમાં ખાસ કમાલ કરી શક્યો નહીં. અંતિમ વનડેમાં ભારતીય ટીમ કૃણાલને બહાર કરી વોશિંગટન સુંદરને તક આપી શકે છે. સુંદર પણ સાતમાં ક્રમે બેટિંગ કરી શકે છે.
પ્રથમ બે વનડેમાં જોરદાર ધોલાઈ બાદ કુલદીપને ત્રીજી વનડેમાં બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાને યુજવેન્દ્ર ચહલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. ફાસ્ટ બોલિંગમાં ફેરફારની શક્યતા ઓછી છે. શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ સારૂ પ્રદર્શન કર્યુ છે. પરંતુ ટીમ મેનેજમેન્ટ શાર્દુલ ઠાકુરને બહાર કરી લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટી નટરાજનને તક આપી શકે છે.

Related posts

कोच और कप्तान से मदद मिली : रोहित शर्मा

aapnugujarat

વિરાટ કોહલી વન-ડે રેન્કિંગમાં નંબર વન બન્યો

aapnugujarat

वेस्टइंडीज ने भारत को हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1