Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ મુદ્દે ભાજપ સાંસદે કોંગ્રેસને ઘેરી…!

જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભામાં એકવાર ફરીથી કૉંગ્રેસને ફટકાર લગાવી છે. સિંધિયાના સંબોધન દરમિયાન કૉંગ્રેસ સાંસદ પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઇને વિરોધ કરી રહ્યા હતા. આના પર તેમણે વધતી મોંઘવારીનું ગણિત સારી રીતે સમજાવી દીધું. સાથે જ વઝે કેસ પર પણ સિંધિયાએ ગૃહમાં કૉંગ્રેસને ઘેર્યું છે અને કહ્યું છે કે મોઢું ના ખોલાવો. એક શહેરનો ભાવ ૧૦૦ કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવોનો મોદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આ હકીકત છે કે ભાવો વધ્યા છે. એ પણ હકીકત છે કે જે ભાવ વધ્યા છે તેના ભાગ પડ્યા છે. લોકોની આંખોમાં ધૂળ ફેંકવાની સીમા હોય.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પેટ્રોલની કિંમતોનું ગણિત વિપક્ષને સમજાવ્યું છે. તેમણે કહ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમતો પર ખર્ચો નીકાળ્યા બાદ ૪૦ રાજ્યો અને ૬૦ ટકા કેન્દ્રને મળે છે. ૬૦ ટકામાંથી ૪૨ ટકા રાજ્યોને જાય છે. રાજ્યને એ રકમના ૬૪ ટકા મળે છે અને ૩૬ ટકા કેન્દ્રની પાસે જાય છે. બીજેપી સાંસદે કહ્યું કે, મહારાષ્ટ્રમાં તો સૌથી વધારે ભાવ છે. અહીં તમે સરકારની વાહવાહી કરી રહ્યા છો, પરંતુ ત્યાં કોઈ પગલાં નથી ઉઠાવતા. હું એટલું કહેવા ઇચ્છુ છું કે, જિનકે ઘર શીશે કે હોતે હૈ, વહ દૂસરોં કે ઘર પર પથ્થર નહીં ફેંકા કરતે.
કૉંગ્રેસ સાંસદે ૧૫ લાખનો વાયદો યાદ અપાવ્યો તો જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, મારું મોઢું ના ખોલાવો રાયજી. ૧૫ લાખની વાત કરશો તો હું મહારાષ્ટ્રની વાત કરીશ. છેલ્લા ૩-૪ દિવસથી જે રિપોર્ટ સામે આવી રહ્યા છે. ૧૦૦ કરોડ રૂપિયા ગૃહમંત્રી લઈ રહ્યા છે. મારું મોઢું ખોલ્યું તો હું શરૂ થઈ જઈશ. તમે પહેલા ૧૦૦ કરોડ રૂપિયાનો હિસાબ આપો. આ તો ફક્ત મુંબઈ શહેરની સ્થિતિ છે. બાકી શહેરોની સ્થિતિ શું છે. સભાપતિ મહોદય, આ તો ગરીબ લોકો પાસેથી વસૂલી કરી રહ્યા છે.
સિંધિયાએ કહ્યું કે, અમારી સરકાર ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહી છે. કોરોના સંકટના કારણે આપણા બધા પર અસર પડી છે. કૉંગ્રેસનું કામ ફક્ત વિરોધ કરવાનું છે. આ પાર્ટી જી-૨૩ના લોકોની પીડા નથી સમજી શકી તો દેશના લોકોની પીડા શું સમજશે. વિરોધ કરી રહેલા સાંસદોને તેમણે કહ્યું કે, તમારી વાતને અમે ધ્યાનથી સાંભળી છે. તમે અમારી વાતને પણ ધ્યાનથી સાંભળો. ખાનગી રોકાણ પર બોલતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ેંઁછ સરકાર પણ સરકારી કંપનીઓમાં ખાનગી રોકાણ લાવવા ઇચ્છતી હતી. સિંધિયાના આ નિવેદન પર વિરોધીઓએ હોબાળો શરૂ કર્યો.

Related posts

ઓસ્ટ્રેલિયન વિઝા માટે ઓનલાઇન અરજી કરી શકાશે

aapnugujarat

सरकार बजट में गैर-जीवन बीमा कंपनियों में 4,000 करोड़ रुपए पूंजी डालने की घोषणा कर सकती है

aapnugujarat

यमुना एक्सप्रेस वे पर डंपर से टकराई तेज रफ्तार कार एम्स के ३ डॉक्टरों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1