Aapnu Gujarat
National

કમલનાથે ચૂંટણી બેલેટ પેપરથી કરવાની માંગ કરી

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે ફરી એક વખત ઇવીએમ પર સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે કહ્યુ હતુ કે, ઇવીએમનુ ચક્કર શું છે. મારે દેશની જનતાને પૂછવુ છે કે ઇવીએમથી જ ચૂંટણી કરવા માટે ભાજપ જીદ કેમ કરતી હોય છે? ઇવીએમમાંથી એવી તો કઈ ખૂશ્બુ આવે છે. જો તમે ચૂંટણી જીતવાના હોય તો બેલેટ પેપરથી ચૂંટણી કરવાની જીતો.ભાજપ કોંગ્રેસના વોટ નહીં પણ જનતાના વોટ લૂંટી રહી છે.
કમલનાથે આગળ કહ્યુ હતુ કે, લોકસભા ચૂંટણીમાં પોતાને બચાવવા માટે ભાજપે ચોક્કસ બેઠકો પર ઇવીએમ સાથે છેડછાડ કરી હતી.રાજસ્થાનમાં પણ એવુ જ થયુ હતુ.કોંગ્રેસ બેલેટ પેપરથી ચૂંટણી કરવા માટે અભિયાન ચલાવશે.આ માટે આખા દેશમાં આંદોલન કરવામાં આવશે. આ માટે બીજી પાર્ટીઓ સાથે વાત ચાલી રહી છે.
તેમણે કહ્યુ હતુ કે, આજે અમેરિકામાં ઇવીએમ નથી. આખા યુરોપ અને જાપાનમાં પણ ઇવીએમ નથી માત્ર આપણા દેશમાં જ ઇવીએમથી ચૂંટણી થાય છે.
એ વાત સાચી છે કે, ઇવીએમની શરુઆત કોંગ્રેસના શાસનમાં થઈ હતી. પણ તે વખતે આ હદે ટેકનોલોજી વિકસી નહોતી.મારી પાસે સંખ્યાબંધ લોકોએ આવીને ઓફર કરી હતી કે અમે ઇવીએમ હેક કરી શકીએ છે પણ મેં કહ્યુ હતુ કે, મારે આ પ્રકારની માથાકૂટમાં પડવુ નથી. કમલનાથે કહ્યુ હતુ કે, મધ્યપ્રદેશમાં ભાજપે સોદાબાજી કરીને સરકાર બનાવી છે.મેં મારા સિધ્ધાંતો સાથે સમાધાન કર્યુ નથી.

Related posts

એક જ દિવસમાં રસીકરણનો રેકોર્ડ

editor

The Delhi Files: વિવેક અગ્નિહોત્રીએ કરી મોટી જાહેરાત, નવી ફિલ્મ પર કામ શરૂ

aapnugujarat

કોરોનાની રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત : ડો. હર્ષવર્ધન

editor

Leave a Comment

UA-96247877-1