Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સીરિયાના કુર્દ પર તુર્કીનો હવાઈ હુમલો

એક એનજીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તુર્કીએ ૧૭ મહિનામાં પહેલી વખત સીરિયાના કુર્દ ક્ષેત્ર પર હવાઈ હુમલો કર્યો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્‌સના અહેવાલ પ્રમાણે ’તુર્કીના એક ફાઈટર જેટે એન ઈસ્સા ગ્રામીણ વિસ્તારના સઈદા ગામમાં સીરિયન ડેમોક્રેટિક ફોર્સિઝના સૈન્ય અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે ભારે મોટો વિસ્ફોટ થયો હતો.’
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓક્ટોબર ૨૦૧૯માં ઉત્તર-પૂર્વ સીરિયામાં તુર્કીએ એકતરફી સૈન્ય કાર્યવાહી કરી હતી. તુર્કીના યુદ્ધ વિમાનો અને તોપોએ સીરિયામાં કુર્દોના નિયંત્રણવાળા વિસ્તારોને નિશાન પર લીધા હતા જેથી હજારોની સંખ્યામાં લોકોએ ઘર છોડીને ભાગવું પડ્યું હતું.
તે ઘટનાને લઈ ભારતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ’ઉત્તર પૂર્વીય સીરિયામાં તુર્કીની એકતરફી સૈન્ય કાર્યવાહીને લઈને અમે ચિંતિત છીએ. તુર્કીની કાર્યવાહી ક્ષેત્રની સ્થિરતા અને આતંકવાદ વિરૂદ્ધની લડાઈને નબળી પાડી શકે છે.’
અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઉત્તર-પૂર્વીય સીરિયામાં તુર્કીની સૈન્ય કાર્યવાહીના વિરોધમાં તુર્કીશ અધિકારીઓ સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરી દીધી હતી. ઉપરાંત ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, જો તુર્કી વિનાશના પંથે આગળ વધતું જશે તો અમે તેના અર્થતંત્રને ઝડપથી બરબાદ કરી દેવા તૈયાર છીએ. સાથે જ સ્ટીલ પરની ડ્યુટી વધારીને અમેરિકાએ ૧૦૦ અબજ ડોલરના વેપારી સોદા અંગેની વાતચીત પણ બંધ કરી દીધી હતી.

Related posts

PM મોદી G-20 શિખર સંમેલન માટે ઈટલી પહોચ્યા

editor

पेरिस परेड में फ्रांस के राष्ट्रपति मैक्रों ने दिखाई यूरोपीय सैन्य शक्ति

aapnugujarat

ईरान के साथ कूटनीतिक दरवाजा अभी भी खुला : अमेरिका

editor

Leave a Comment

UA-96247877-1