Aapnu Gujarat
National

રાહુલ ગાંધીએ મોદીની તુલના સદ્દામ હુસૈન – ગદ્દાફી સાથે કરી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર, ભાજપ અને આરએસએસ સામે પ્રહારો કરતી વખતે ભારે આકરા બની જાય છે. ત્યારે હવે તેમણે કેન્દ્ર સરકારની સાથે-સાથે ભારતીય લોકશાહીને લઈને પણ એવું નિવેદન આપી દીધું છે જેથી ભારે વિવાદ સર્જાઈ શકે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના સદ્દામ હુસૈન અને ગદ્દાફી સાથે કરી દીધી હતી અને ભારતને ઈરાક-લીબિયા ગણાવી દીધું હતું.
એક ઈન્ટરવ્યુ દરમિયાન રાહુલ ગાંધીએ જે કહ્યું તેનો અર્થ એવો થાય કે, ઈરાકમાં સદ્દામ હુસૈન અને લીબિયામાં ગદ્દાફી પણ ચૂંટણી કરાવતા હતા, તેનો મતલબ એવો તો નથી થતો ને કે ત્યાં લોકશાહી હતી. રાહુલે કહ્યું હતું કે, “ચૂંટણી ફક્ત એ નથી કે લોકો ગયા અને વોટિંગ મશીનનું બટન દબાવી દીધું. કઈ કથા વણવામાં આવી રહી છે, દેશના શાસન-પ્રશાસનના તમામ તંત્ર સરખું કામ કરે છે કે નહીં, ન્યાયપાલિકા નિષ્પક્ષ છે કે નહીં અને સંસદમાં કયા મુદ્દે વિવાદ થઈ રહ્યો છે, ચૂંટણીનો સંબંધ આ બધાથી હોય છે.”
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, “સદ્દામ હુસૈન અને ગદ્દાફી પણ ચૂંટણી કરાવતા હતા. તે સમયે લોકો મત તો આપતા હતા પરંતુ હકીકતમાં પોતાનો મત નહોતા આપતા કારણ કે, તેમના હિતોનું સંરક્ષણ સુનિશ્ચિત કરનારી કોઈ સંસ્થા ત્યાં કામ નહોતી કરતી. મને લાગે છે કે ભારતે શોધવું જોઈએ કે ક્યાંક તે આ સીમા રેખા કરતા પણ ઘણું નીચે નથી જતું રહ્યું ને

Related posts

દીદીએ નંદીગ્રામમાં રોડ શો કર્યો

editor

ગાઝિયાબાદના પૂજારીએ પૂર્વ રાષ્ટ્રપતિ કલામને જિહાદી કહેતા વિવાદ

editor

કાબુલથી આવેલા ૧૬ લોકો કોરોના પોઝીટીવ

editor

Leave a Comment

UA-96247877-1