દિલ્હીમાં એમસીડીની ચૂંટણી પર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપે શાનદાર દેખાવ કર્યા બાદ તથા પેટા ચૂંટણીમાં હાલમાં જ રાજારી ગાર્ડન ખાતે ભાજપે જીત મેળવી લીધા બાદ આ ચૂંટણી યોજાઇ રહી છે. જેના પર તમામ રાજકીય પક્ષોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. એમસીડીની ચૂંટમીમાં મુખ્ય રીતે ત્રિકોણીય સ્પર્ધા આ વખતે થનાર છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે. મુળભૂતરીતે અહીં બે રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ સ્પર્ધા રહી છે. જા કે આ વખતે આમ આદમી પાર્ટી પણ પડકાર ફેંકી રહી છે. દિલ્હીમાં શાસન ધરાવનાર મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી ગઇ છે. વર્ષ ૨૦૧૫માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એએપીએ જારદાર સપાટો બોલાવ્યો હતો અને મોટા ભાગની બેઠક જીતી લીધી હતી. ભાજપને ૭૦ બેઠકો પૈકી માત્ર ત્રણ બેઠકો મળી હતી. હાલમાં ભાજપે મહારાષ્ટ્ર, ચંદીગઢ અને ઓરિસ્સામાં સ્થાનિક ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યો હતો.જેથી તેની આશા વધી ગઇ છે. બીજી બાજુ પેટા ચૂંટણીમાં રાજારી ગાર્ડન ખાતે એએપીની કારમી હાર થઇ ચુકીછે તેના ઉમેદવારે ડિપોઝીટ ગુમાવી હતી. એએપીને લઇને સામાન્ય લોકો નાખુશ દેખાઇ રહ્યા છે જેની સીધી અસર એમસીડીની ચૂંટણીમાં જાવા મળી શકે છે. એપીપીમાં આંતરિક મતભેદો દેખાઇ રહ્યા છે. ભાજપ એક દશકથી દિલ્હીની સુધરાઇ પર અંકુશ ધરાવે છે. કોંગ્રેસ, ભાજપ અને એપીપી સિવાય જેડીયુ અને આરજેડીના ઉમેદવાર પણ મેદાનમાં રહેલા છે. જા કે મુખ્ય સ્પર્ધા ત્રિકોણીય રહેનાર છે.ભાજપની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી ગઇ છે.
આગળની પોસ્ટ