Aapnu Gujarat
તાજા સમાચાર બિઝનેસ

હાઉસીંગ રેન્ટલ પોલિસી મોદી સરકાર લોન્ચ કરવા તૈયાર

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ એક એવી હાઉસીંગ રેન્ટલ પોલિસી જાહેર કરવા ઉપર વિચારણા કરી રહી છે જે હેઠળ શહેરોમાં આવનાર પ્રવાસી લોકોને સરકારી સંસ્થાઓથી મકાન ભાડા ઉપર લેવાની સુવિધા રહેશે. એટલું જ નહિં ભવિષ્યમાં તેમની પાસે આ ભાડાના મકાનને જ સરળ ઈન્સ્ટોલમેન્ટમાં સમગ્ર રકમ ચુકવીને ખરીદવા માટેના પણ વિકલ્પ રહેશે. આવાસ મંત્રાલયના કહેવા મુજબ આ સ્કીમનું નામ રેન્ટ ટુ ઓન રાખવામાં આવશે. જેને કેન્દ્ર સરકારની નેશનલ અર્બન રેન્ટલ હાઉસીંગ પોલિસી હેઠળ લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રિય શહેરી વિકાસ અને આવાસ મંત્રી વેંકૈયા નાયડુએ સંકેત આપ્યો છે કે આ એક્ટને મંજુરી માટે ટૂંક સમયમાં જ કેબિનેટની સમક્ષ રજુ કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર ખાનગી જમીન ઉપર બનાવવામાં આવેલા મકાનને ખરીદવા માટે પણ ગરીબ વર્ગના લોકોને ૧.૫ લાખ રૂપિયાની સબસીડી આપવા ઉપર વિચારણા કરી રહી છે. હજુ સુધી આ છૂટછાટ રાજ્ય સરકાર અને નિગમોની જમીન ઉપર બની રહેલા આવાસ ઉપર આપવામાં આવી રહી છે. વેંકૈયા નાયડુનું કહેવું છે કે પ્રાઈવેટ ડેવલોપર્સ તરફથી લોન્ચ કરવામાં આવેલા પોષાય તેવા આવાસ પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન બાદથી જ મંત્રાલય આના ઉપર વિચારણા કરી રહ્યું છે. તેમણે કહ્યું છે કે હજુ સુધી અમે ૨૦૦૮ શહેરો અને વિસ્તારોમાં ૧૭.૭૩ લાખ શહેરી ગરીબો માટે આવાસોને મંજુરી આપી ચુક્યા છીએ. પ્રધાને કહ્યું છે કે ૨૦૨૨ સુધી તમામને ઘર મળી જાય તેવા વચન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ૨૦૧૯ સુધી ૧૫ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ ટાર્ગેટને હાંસલ કરી લેવામાં આવશે. આમાં કેરળ, હિમાચલપ્રદેશ, અરૂણાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ ૨૦૨૨ સુધી અન્ય રાજ્યોમાં પણ ટાર્ગેટને પૂર્ણ કરી લેવામાં આવશે. મંત્રીનું કહેવું છે કે રેન્ટ ટુ ઓન એક્ટ માટે જાહેરનામું જારી કરવામાં આવ્યા બાદ રાજ્ય તેના ઉપર કામ કરી શકશે. કેન્દ્રિય મંત્રીનું કહેવું છે કે ૨૦૨૨ સુધી તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાના સરકારના ટાર્ગેટ હેઠળ આ ખૂબ મોટી સ્કીમ રહેશે. આ સ્કીમ હેઠળ શહેરોમાં પલાયન કરી આવનાર મોટી વસ્તી માટે પણ યોગ્ય આવાસની વ્યવસ્થા કરવા માટેની યોજના તૈયાર કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ શરૂઆતમાં કેટલાક ચોક્કસ વર્ષો માટે આવાસને ભાડા પટ્ટા ઉપર આપવામાં આવશે. ખરીદારને મહિને ઈએમઆઈ બરોબર ભાડા બેન્કમાં જમા કરવાના રહેશે. જેમાં કેટલાક ભાડા તરીકે રહેશે અને બાકી રકમ જમા રહેશે. ખરીદાર તરફથી જમા કરવામાં આવેલી ઈએમઆઈની રકમ જ્યારે ૧૦ ટકા સુધી પહોંચી જશે ત્યારે મકાન તેના નામ ઉપર રજીસ્ટ્રર કરી દેવામાં આવશે. એટલે કે લિઝ પર રહેનાર વ્યÂક્ત જા રકમ જમા કરી શકતા નથી તો સરકાર આ મકાનને ફરી વેચી શકે છે. આ ઉપરાંત ભાડાની સાથે સાથે જમા કરવામાં આવનાર રકમ ભાડુઆતને કોઈપણ વ્યાજ વગર પરત કરી દેવામાં આવશે. દેશમાં મકાનોની કમીને દુર કરવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ રેન્ટલ હાઉસીંગ પોલિસી રજુ કરવાની તૈયારીમાં છે જે હેઠળ પોતાના મકાન ભાડા પર આપનાર મકાન માલિકોને સરકાર ફાયદા આપશે. એવી ખાતરી કરવામાં આવશે કે ભાડુઆત તેના મકાન પર કબજા જમાવી શકે નહીં. હાલમાં જે રેન્ટ એક્ટ છે તેમાં ભાડુઆતોની તરફેણ કરવામાં આવી છે. આવી Âસ્થતિમાં મકાન માલિક પોતાના મકાન ભાડુઆતને આપતા ખચકાટ અનુભવે છે. સરકાર ઈચ્છે છે કે જે લોકોએ મકાન ખરીદ્યા છે તે લોકો તેમાં રહેતા નથી તો તેને ભાડા ઉપર આપી દેવામાં આવે. જેથી તેનો સદઉપયોગ થઈ શકે. જા આવું થશે તો અનેક શહેરોમાં મકાનોની સમસ્યા દુર થઈ જશે.

Related posts

પ્રદૂષણના કારણે દિલ્હીમાં ઇમરજન્સી જેવી સ્થિતિ

aapnugujarat

ભારતીય કંપની ટીસીએસનો અત્યાર સુધીનો સૌથી મોટો આઉટસોર્સિંગ સોદો

aapnugujarat

એરસેલ મેક્સિસ કેસ : ચિદમ્બરમ અને કાર્તિની અટકાયત પર ૭ ઓગસ્ટ સુધી રોક

aapnugujarat

Leave a Comment

URL