લાહોર હાઇકોર્ટેને લખવામાં આવેલા એક પત્રમાં પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા કબુલાત કરવામાં આવી છે કે હાફિઝ સઇદ ત્રાસવાદી ગતિવિધી સાથે જાડાયેલા છે. હકીકતમાં જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઇદે કોર્ટમાં એમ કહીને દલીલ કરી હતી કે તેને છેલ્લા કેટલાક મહિનાથી ગેરકાયદે રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આ અરજીના જવાબમાં પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યુ હતુ કે હાફિઝના ત્રાસવાદીઓ સાથે સંબંધ રહેલા છે. પોતાના પત્રમાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે સઇદને એન્ટી ટેરેરિઝમ એક્ટ હેઠળ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.હાફિઝ પર પાકિસ્તાનમાં શાંતિને અÂસ્થર કરવા માટે આરોપો મુકવામાં આવ્યા છે. પોતાના પત્રમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે તેમની પાસે તેના પર વિશ્વાસ કરવા માટે કારણો છે કે જમાત ઉદ દાવા અને તેમના લોકો ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ રહેલા છે. આ પત્રને પાકિસ્તાન સરકારની કબુલાત તરીકે પણ જાવામાં આવે છે. પાકિસ્તાન સરકાર છેલ્લા કેટલાક સમયછી હાફિઝના મામલે ભારતની કોઇ દલીલ સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો છે. ભારત સરકાર દ્વાપા કેટલીક વખત હાફિઝના સંબંધમાં રજૂઆત કરવામાં આવી છે. સરકારે પાકિસ્તાનમાં થયેલા બ્લાસ્ટ બાદ સઇદ સામે સકંજા મજબુત કરવામાં આવી રહ્યો છે. હાફિઝ સઇદપર ભારતમાં અનેક હુમલાનો હાથ હોવાનો આક્ષેપ થતો રહ્યો છે. હાફિઝ મામલે પાકિસ્તાનની કબુલાત તેને એક ફટકા સમાન હોઇ શકે છે. કારણ કે ભારત હવે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનના કેન્દ્રિય ગૃહ મંત્રાલયના નિવેદનને પણ રજૂ કરી શકે છે. હાફિઝ મામલે પાકિસ્તાનનુ વલણ હમેંશા બેવડુ રહ્યુ છે. જા કે તે હવે ખુલ્લુ પડ્યુ છે.
પાછલી પોસ્ટ