Aapnu Gujarat
Uncategorized

સોમનાથ પોલીસે સતર્કતા દાખવી રીક્ષામાં ગુમ થયેલ પ્રવાસી મહિલાનું રોકડ અને કિંમતી દસ્તાવેજો સાથેનું પર્સ મેળવી આપી ‘સુરક્ષા સેતુ’ સૂત્રો સાર્થક કર્યું

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ તીર્થમાં શિવ પોલીસચોકીના પ્રોબેશનલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.વી.પરમાર તથા રાઈટર રમેશ વાઢેર ત્વરીત-ઝડપી અને સતર્ક અમલ તથા રીક્ષા ડ્રાઈવરની પ્રામાણિકતા અને સહકારથી રીક્ષા પ્રવાસી મહિલાનું પર્સ મેળવી આપી પ્રશંસનીય કામગીરી બજાવી. બનાવની વિગત એવી છે કે, વણાકબોરીમાં રહેતા ઉષાબેન પ્રકાશભાઈ બારીયા તેમના સંબંધી પ્રવિણાબેન સાથે વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતાં નિલેષભાઈ ચુનીભાઈ સોલંકીને ઘેર રીક્ષામાં જતા હતાં અને ત્યાં ઉતરી જઈ પછી અચાનક ખ્યાલ આવ્યો કે તેમનું પર્સ રીક્ષામાં ભુલાઈ ગયેલ છે જેથી તુરંત જ સોમનાથ શિવ પોલીસચોકીના પ્રોબેશ્નલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.વી.પરમાર અને રાઈટર રમેશ વાઢેરનો સંપર્ક કર્યો સાધ્યો અને હકીકત જણાવી આ પર્સમાં બે કિંમતી મોબાઈલ, ૫૦૦૦ રૂપિયા રોકડા, એટીએમ કાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને અન્ય પરચુરણ વસ્તુઓ હતી.
પોલીસ સ્ટાફે તુરંત જ ઉષાબેનનો મોબાઈલ નંબર મેળવી ફોન લગાડ્યો હતો જે ફય્યાઝ આમદભાઈ પટણી (ઉ.વ.૪૬) રીક્ષા ડ્રાઈવરે ફોન ઉપાડ્યો હતો. રીક્ષાચાલકે તુરંત જ પ્રભાસપાટણ આવી પ્રવાસી મહિલાનું પર્સ પરત કરી શહેરનું ગૌરવ વધાર્યું. પી.એસ.આઈ. પરમાર તથા રાઈટર રમેશભાઈએ તેમજ પ્રવાસી મહિલાએ રીક્ષાચાલકનો આભર માન્યો હતો.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

ભાવનગરમાં રાજકીય પક્ષો દ્વારા ગાંધી જ્યંતિની ઉજવણી

editor

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 ભારતીય માછીમારો આજે માદરે વતન પહોંચ્યા

editor

DriveShare Lets You Rent Your Dream Car From A Car Collector

aapnugujarat

Leave a Comment

UA-96247877-1