Aapnu Gujarat
બિઝનેસ

FPI  જુલાઈ માસમાં ૧૧,૦૦૦ કરોડ ઠલવાયા 

વિદેશી મુડીરોકાણકારો આશાવાદી દેખાઇ રહ્યા છે. જેના કારણે જંગી નાણાં ભારતીય બજારમાં ઠાલવી દેવામાં આવી રહ્યા છે. જુલાઇ મહિનાના પ્રથમ બે સપ્તાહમાં વિદેશી રોકાણકારો દ્વારા મુડી માર્કેટમાં ૧૧૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. ભારતીય અર્થતંત્રને લઇને ગણતરી અને જીએસટીને લઇને આશા વચ્ચે વિદેશી રોકાણકારો નાણાં ઠાલવી રહ્યા છે. નવેસરના આંકડા દર્શાવે છે કે એફપીઆઇ રોકાણનો આંકડો ત્રીજી જુલાઇથી ૧૪મી જુલાઇ સુધી ઇક્વિટીમાં ૪૯૮ કરોડનો રહ્યો હતો. જ્યારે તેઓએ ડેબ્ટ માર્કેટમાં આ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ૧૦૪૦૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. આની સાથે જ નેટ ઇનફ્લોનો આંકડો ૧૦, ૯૦૩ કરોડ સુધી પહોંચી ગયો છે. આ નવેસરના પ્રવાહની સાથે ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં કુલ રોકાણનો આંકડો  આ વર્ષે ૧.૬ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.  માર્ચમાં વિદેશી રોકાણકારો દ્વારા કેપિટલ માર્કેટમાં ૫૬૨૬૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે શુ સ્થિતી સર્જાઇ જશે તેની નોંધ ટુંક સમયમાં જ લેવામાં આવનાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એફપીઆઇના ધારાધોરણ સરળ બનાવી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા સત્તામાં ગાળા દરમિયાન વિકાસ અને આર્થિક પ્રવૃતિ ઝડપી બનતા વિદેશી રોકાણકારો ભારે ખુશ દેખાઇ રહ્યા છે.  હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત સહિત કેટલાક પરિબળના કારણે તેજી રહી છે. છેલ્લા પાંચ  મહિના (ફેબ્રુઆરી-જુન)માં ૧.૬૨ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ રકમ ઠાલવી દેવામાં આવી છે.  માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે વધારે રોકાણ આવશે.મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, જીએસટી અમલી બની ગયા બાદ ભારતમાં રોકાણની ગતિ વધી જશે. બીજી બાજુ  ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપની જીત સહિત કેટલાક હકારાત્મક પરીબળો વચ્ચે ફેબ્રુઆરી-એપ્રિલના ગાળા દરમિયાન નેટ ઈનફ્લોનો આંકડો ૯૪૯૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો.  આ પહેલા આવા રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ૩૪૯૬ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કટમાંથી પાછા ખેંચી લીધા હતા.  ઉત્તરપ્રદેશ ચૂંટણી સહિત પાંચ રાજ્યોમાં થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો હાલમાં અતિઉત્સાહિત દેખાઈ રહ્યા હતા અને મૂડી બજારમાં જંગી નાણા ઠાલવી રહ્યા હતા. ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર ઉલ્લેખનીય પ્રવાહ જોવા મળી રહ્યો હતો.મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં એનડીએની અભૂતપૂર્વ જીત થયા બાદ સરકાર વધુ કઠોર અને સાહસી સુધારાવાદી નીતિ સાથે આગળ વધશે. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૫૮૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઓક્ટોબર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૮૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

Related posts

સેન્સેક્સમાં ૩૩૬ પોઈન્ટનો કડાકો

aapnugujarat

कास्टिक सोडा और सोडा ऐश पर आयात शुल्क 12.5% करने की मांग

aapnugujarat

વોલમાર્ટ ૬૦ લાખથી પણ વધુ કિરાણા સ્ટોર્સ જોડે જોડાણ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1