રાઈઝીંગ પુણે અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે આવતીકાલે પુણેમાં આઈપીએલમાં મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. આ મેચમાં રાઈઝીંગ પુણે પોતાની Âસ્થતિ સુધારવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. રાઈઝીંગ પુણેની ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ હોવા છતાં ટીમના ખેલાડીઓ હજુ સુધી ફ્લોપ રહ્યા છે. આ ટીમમાં સ્ટીવ સ્મીથના નેતૃત્વમાં અનેક ધરખમ ખેલાડીઓ છે. સ્ટીવ સ્મીથ પોતે પણ વિશ્વના સર્વશ્રેષ્ઠ મેચ વિનર તરીકે છે પરંતુ ટીમ કંગાળ દેખાવ કરી રહી છે. બીજી બાજુ મહેન્દ્રસિંહ ધોનીને વન ડે અને ટ્વેન્ટી ક્રિકેટમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકે ગણવામાં આવે છે પરંતુ આ ખેલાડી પણ સંપૂર્ણ ફ્લોપ રહ્યો છે. ધોનીની નિષ્ફળતાની ચર્ચા જાવા મળી રહી છે. ચેÂમ્પયન્સ ટ્રોફી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ધોનીની ચિંતાને લઈને ટીમ મેનેજમેન્ટ પણ ચિંતિત છે. રાઈઝીંગ પુણેની ટીમે હજુ સુધી પાંચ મેચો પૈકી માત્ર બેમાં જીત મેળવી છે. જ્યારે ત્રણ મેચોમાં તેની હાર થઈ છે. તે ચાર પોઈન્ટ ધરાવે છે. જ્યારે સનરાઈઝ હૈદરાબાદની ટીમે સારો દેખાવ કર્યો છે. આ ટીમે હજુ સુધી છ મેચો પૈકી ચારમાં જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કર્યો છે. આ ટીમના આઠ પોઈન્ટ છે. સનરાઈઝ હૈદરાબાદ પણ ૧૦ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પોતાની Âસ્થતિ વધુ સારી કરવા માટે ઈચ્છુક છે. બંને ટીમમાં સ્ટાર ખેલાડીઓ પર ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે. આવતીકાલે શનિવાર હોવાથી મેચ જાવા પણ પુણેના મેદાન પર મોટી સંખ્યામાં ચાહકો ઉમટે તેવી શક્યતા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ