Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરી યુવાનોની સામે દેશભરમાં આક્રોશ

કાશ્મીરમાં સ્થાનિક યુવાનો દ્વારા ભારતીય સેના ઉપર કરવામાં આવી રહેલા પથ્થરમારાની આગ હવે દેશના બીજા રાજ્યો સુધી પહોંચી રહી છે. રાજસ્થાનના ચિત્તોગઢમાં મેવાડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર કાશ્મીરી વિદ્યાર્થીઓની સાથે કેટલાક સ્થાનિક લોકો દ્વારા મારામારી કરવામાં આવી છે. જેમાં છ કાશ્મીરી ઘાયલ થઈ ગયા છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના મેરઠમાં કાશ્મીરી વિદ્યાર્થીઓના બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટર લગાવીને કાશ્મીરીઓને મેરઠ છોડી દેવા માટે સૂચના આપવામાં આવી છે. આ સમગ્ર મામલાની નોંધ લઈને ગૃહ મંત્રાલયે મામલાને ગંભીરતાથી લીધો છે અને તમામ રાજ્યોને કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને સલાહ જારી કરીને કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાતરી કરવા કહ્યું છે. ગૃહ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે તેઓએ રાજ્યોને આદેશ કર્યો છે કે કોઈપણ કાશ્મીર બાળકોની સાથે કોઈ મારામારી કરવામાં ન આવે. જા કાશ્મીરી બાળકો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજનાથસિંહનું કહેવું છે કે કાશ્મીરી વિદ્યાર્થીઓ પણ ભારતના જ વિદ્યાર્થીઓ છે. ઉત્તરપ્રદેશ નવનિર્માણ સેના નામના એક સંગઠન તરફથી મેરઠ-દહેરાદુન હાઈવે પર મોટા મોટા હો‹ડગ મુકી દેવાયા છે. આમાં ઉત્તરપ્રદેશમાં રહેતા કાશ્મીરીઓને પ્રદેશ છોડીને જવાની ચેતવણી આપવામાં આવી છે. સાથે સાથે ૩૦મી એપ્રિલ બાદ ઉત્તરપ્રદેશમાં કાશ્મીરીઓની સામે હલ્લા બોલ માટે કહેવામાં આવ્યું છે. સંગઠનની આ હરકત બાદ ગુપ્તચર વિભાગ તથા શૈક્ષણિક સંસ્થાઓ એલર્ટ થઈ ગઈ છે. કાશ્મીરીઓને ભાડા ઉપર મકાન આપવાને લઈને પણ ચેતવણી આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશ નવનિર્માણ સેના તરફથી કહેવામાં આવ્યું છે કે અભ્યાસ કરવા માટે આવેલા યુવાનોમાં જે લોકો પણ રહેશે તેમના પરિવારના લોકો કાશ્મીરમાં સેનાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે અહીં રહેતા પરિવારના લોકોને હેરાનગતિ થશે ત્યારે જ કાશ્મીરમાં પથ્થરબાજી કરનાર યુવાનોને બોધપાઠ મળશે. વર્ષ ૨૦૧૪માં પણ મેરઠમાં કાશ્મીરી વિદ્યાર્થીઓને લઈને હોબાળો થયો હતો. ચોથી માર્ચ ૨૦૧૪ના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ દરમ્યાન કાશ્મીરી વિદ્યાર્થીઓ પર પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવાના આક્ષેપો થયા હતા. બીજી બાજુ રાજસ્થાનના ચિત્તોડગઢમાં મેવાડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષ થયો હતો. કાશ્મીરમાં સુરક્ષા દળો પર પથ્થરબાજી અને બડગામમાં સીઆરપીએફ જવાનોની સાથે ખરાબ વર્તનના મુદ્દે વીડિયો વાયરલ થયા બાદ આને લઈને પણ મારામારી થઈ હતી.

Related posts

પત્નીની થપ્પડ આત્મહત્યાની ઉશ્કેરણી નથીઃ દિલ્હી હાઈકોર્ટ

aapnugujarat

बीजेपी को युपी में झटका लगेगा : प्रियंका गांधी

aapnugujarat

मैं अपने स्टैंड पर कायम, राफेल डील में हुई चोरी : राहुल गांधी

aapnugujarat

Leave a Comment

URL